ગોધરા ખાતે “ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા” થીમ અંતર્ગત જિલ્લાના મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગોધરા-પંચમહાલ ખાતે મીડિયા કર્મીઓનું આરોગ્ય પરીક્ષણ કરાયું
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
*પંચમહાલ, સોમવાર ::* વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત બનાવવાની મૂહિમ ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે રાજ્યના તમામ મીડિયા કર્મીઓના હેલ્થ ચેક અપ” ફીટ ઇન્ડિયા, ફિટ મીડિયા” કાર્યક્રમ અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. જે અન્વયે પંચમહાલ પણ જિલ્લાના મીડિયાકર્મીઓ માટેનો હેલ્થ ચેક-અપ /કેમ્પ ઇંન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગોધરા ખાતે જિલ્લા માહિતી કચેરી, પંચમહાલના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
આ કેમ્પમાં કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ અને બ્લડ ગ્રુપ, લીવર ફંક્શન, લિપિડ પ્રોફાઈલ, કિડની ફંકશન ટેસ્ટ, એસ. યુરિક એસિડ, કેલ્શિયમ, હોર્મોનલ ટેસ્ટ, વિટામીન બી- ૧૨, વિટામિન ડી, ડાયાબિટીક માર્કર, ૫૦ વર્ષથી ઉપરના પુરુષો માટે પ્રોસ્ટેટ ટેસ્ટ,૩૫ વર્ષથી મોટી ઉંમરના પુરુષો માટે એક્સરે ચેસ્ટ તથા ઇસીજી વગેરેના પરીક્ષણ નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ માધ્યમોના મિત્રોએ પોતાના આરોગ્યનું સ્ક્રીનીંગ કરાવીને કાર્યક્રમનો લાભ લીધો હતો. મિડિયા કર્મીઓના કુલ ૧૫ જેટલા ઈસીજી અને એક્સ- રે રિપોર્ટ તેમજ ૩૦ જેટલા બ્લડ ટેસ્ટના સેમ્પલ લેવામાં આવ્યા હતાં.
આ વેળાએ રેડક્રોસ ગોધરા તરફથી દિપકભાઇ મિસ્ત્રી, રેડ ક્રોસ રાજ્ય શાખા અમદાવાદ તરફથી બ્લડ સેમ્પલ કલેક્શન માટે પ્રકાશભાઇ, રોનકભાઇ તથા એક્સ-રે ટેકનિશિયન રાજુભાઈ પટેલ અને ઈ.સી.જી ટેકનિશિયન સાગર પટેલે સેવાઓ આપી હતી. તેમજ જિલ્લા માહિતી કચેરી, પંચમહાલના કર્મીઓ અને જિલ્લાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યાં હતા.