વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના વડા મથક આહવા ખાતે રાણી ફળિયામાં રહેતો મહેફૂઝ રઝાકભાઈ શાહ (ઉ. વ.૨૦) બુધવારે સવારે આહવા ખાતે આવેલ જૂના હેલિપેડ પાસે આવેલ જય અંબે સોસાયટીમાં અરવિંદભાઈ જાનુભાઈ ચૌધરીના બની રહેલ મકાનમાં મજૂરી કામ માટે ગયો હતો.અને સવારે 9.30 કલાકે તે અકસ્માતે પહેલા માળેથી નીચે પડી જતા તેને છાતી અને જડબાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.જેને સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાતા હાજર ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.આ બનાવ અંગે આહવા પોલીસ મથકે મરનાર મહેફુઝ શાહના પિતા રઝાકભાઈ રફિકભાઈ શાહે અક્સ્માત મોત અંગેનો ગુનો નોંધાવ્યો હતો.તેમજ આહવા પોલીસના વુ.હે.કો. શીલાબેન શંકરભાઈ એ આ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે..