હાલોલ: તાજપુરા ખાતે ગુરુપૂર્ણિમાના દર્શનાર્થે તેમજ ગુરુ વંદના કરવા ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૯.૭.૨૦૨૬
હાલોલ તાલુકાના તાજપુરા ખાતે આવેલ નારાયણ ધામ માં બૂઘવાર ના રોજ ગુરુપૂર્ણિમાના દર્શનાર્થે તેમજ ગુરુ વંદના કરવા દોઢ લાખ ઉપરાંત નારાયણ ભક્તો ઉમટી પડ્યા હતા. તાજપુરા ને જોડતા તમામ માર્ગો પર નારાયણ ભક્તો નું માનવમહેરામણ ઉભરાયું હોય તેમ જણાતું હતું. તાજપુરા ને જોડતા તમામ માર્ગો પર નારાયણ બાપુ કી જય ના ભારે જયઘોષ સંભળાતા હતા.નારાયણ ધામ તાજપુરા ખાતે બ્રહ્મલીન પ.પૂ. નારાયણ બાપુના અનુયાયીઓ નો બહોળો વર્ગ છે.જેમાં ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યો મહારાષ્ટ્ર તેમજ મધ્ય પ્રદેશ ના અનુયાયીઓ સંખ્યામાં મોટા પ્રમાણમાં છે.પરપ્રાંતીય ભક્તો ગુરુપૂર્ણિમા ની આગલી રાત થી જ તાજપુરા તરફ આવવા માંડ્યા હતા. ભક્તોમાં ગુરુ પૂર્ણિમાના રોજ ગુરુ વંદના કરવા માટે અનેરો ઉત્સાહ જોવા મળતો હતો.જેને લઇને ભક્તો ગુરુ પૂર્ણિમાના રોજ વહેલી સવારથી જ નારાયણ ધામ તાજપુરા તરફ જતા જોવા મળી રહ્યા હતા. માર્ગની ચારે તરફ નારાયણ બાપુ કી જય ના ગગન ભેદી નારાઓ સંભળાતા હતા.જોકે છેલ્લા થોડા દિવસોથી સતત વરસી રહેલા વરસાદે ગુરુપૂર્ણિમાના રોજ વિરામ લેતા ભક્તો એ મન મૂકી હર્ષ ઉલ્લાસ સાથે ગુરુપૂર્ણિમાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.જ્યારે ગુરુ પૂર્ણિમા ને લઈને શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા ગુરુપૂર્ણિમા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વહેલી સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે પ.પૂ.બાપુ ની પાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું.તેમજ અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બ્રહ્મલીન પ. પૂ. બાપુજી ના છબીજી ની પાલખી યાત્રા મંદિર પરિસર ખાતે ભક્તિઓની ભવ્ય હાજરીમાં નીકળી હતી. પાલખી યાત્રાના દર્શનથી ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા.ત્યારબાદ પ્રાર્થના સભામાં પ્રાર્થના કરવામાં આવી હતી. ભક્તો શિસ્ત બદ્ધ રીતે બ્રહ્મલીન પ.પુ.બાપુજી ની સમાધિએ શિશ ઝુકાવી ગુરુ વંદના કરી ધન્યતા અનુભવતા હતા.ત્યારબાદ મહાપ્રસાદ નો લાખોની સંખ્યામાં ભક્તોએ લાહવો લીધો હતો.જ્યારે લાખોની સંખ્યામાં નારાયણ ભક્તો ગુરુ વંદના કરવા આવવાના હોય પોલીસ દ્વારા ૧, ડી.વાય.એસ.પી, ૩ પી.આઇ, ૧૨, પી.એસ.આઇ. તેમજ અન્ય પુરુષ મહિલા પોલીસ કર્મી કુલ મળી ૬૫૦ પોલીસ દ્વારા તાજપુરાના માર્ગ પર આવતા બાસ્કા વાસેતી ગોપીપુરા તમામ નાકાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. જ્યારે ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઇ જિલ્લા સમાહર્તા ના જાહેરનામ અને પગલે તાજપુરા જવા માટે બાસ્કાથી વાસેથી થઈને વન-વે માર્ગ કરવામાં આવ્યો હતો જ્યારે તાજપુરા થી પરત જવા માટે ગોપીપુરા વાળો માર્ગ વન વે કરવામાં આવ્યો હતો જેના પગલે ટ્રાફિકની સમસ્યાનો સુચારું રીતે વહન કરવામાં આવતું હતું.જ્યારે લાખોની સંખ્યામાં ગુરુ વંદના કરવા આવેલા ભક્તો માટે સવારે ૧૦.૦૦ કલાકે મહાપ્રસાદી શરૂ કરવામાં આવી હતી. જોકે લાખોની સંખ્યામાં ભક્તો ની હાજરીને ધ્યાનમાં લઈને ૫૦૦૦ કીલો ની બુંદી ૫૦૦૦ કીલો ના ગાંઠીયા ૨૦૦ મણ ચોખાનો ભાત ૨૦૦ મણ નુ શાક ૫૦,મણ તુવેરની દાળ ૪૦ મણ વાલ બનાવવામાં આવ્યા હતા.જ્યારે મહાપ્રસાદી નિરંતર બપોર બાદ પણ ચાલુ રહેલ હોવાનું જોવા મળતું હતું.જ્યારે ગૌરીવ્રત ચાલતું હોય દર્શને આવનાર કુવારીકાઓ ના ફલાહાર માટે ૮૦૦૦, પેકેટ કેળા ની વેફર, ૧૦૦ મણ કેળા તેમજ ઘીની ૪૦૦ કીલો ની લાપસી તેમજ ૩૦૦ કીલો માવા ના ૮૦૦૦ હજાર પેકેટ પેંડા મહાપ્રસાદમાં કુંવારીકા ઓ ને પીરસવામાં આવ્યા હતા.













