BANASKANTHAGUJARAT

ચેખલામા નેશનલ હાઈવે ઉપર કાંકરેજ તાલુકા રબારી સમાજ દ્વારા કેમ્પનો શુભારંભ કરાયો..

ચેખલામા નેશનલ હાઈવે ઉપર કાંકરેજ તાલુકા રબારી સમાજ દ્વારા કેમ્પનો શુભારંભ કરાયો..

ચેખલામા નેશનલ હાઈવે ઉપર કાંકરેજ તાલુકા રબારી સમાજ દ્વારા કેમ્પનો શુભારંભ કરાયો..

બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ અંબાજી ખાતે આવેલા ૫૧ શક્તિપીઠ શ્રી અંબાજી માતાજી ના દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે છેલ્લા પાંચ વર્ષથી સેવાના યજ્ઞરૂપી કાંકરેજ તાલુકાના ચેખલા ખાતે કાંકરેજ તાલુકા રબારી સમાજ દ્વારા સેવા કેમ્પનો ભવ્ય શુભારંભ શનિવારના રોજ રઘુનાથપૂરી આશ્રમના મહંતશ્રી ૧૦૦૮ શ્રી કુરશીપુરીજીબાપુના પાવન નિશ્રામા સુખદેવપુરીબાપુ (રાજપુરમઠ),બ.કાં.જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, થરા સ્ટેટ માજી રાજવી એવમ પાલિકા પૂર્વ પ્રમુખપૃથ્વીરાજસિંહ વાઘેલા,દિનેશભાઈ ઠક્કર શિહોરી,અમરતભાઈ આલ, ભારતસિંહ ભટેસરીયા, ગોપાલસિંહ સોલંકી,કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ,મહામંત્રી અમરસિંહ સોલંકી,હમીરભાઈ ભુવાજી, જામાભાઈ ભુવાજી કુંવારવા, ચેહરાભાઈ ભુવાજી ચાંગા, બળદેવભાઈ દેસાઈ,બાબુભાઈ ઉંચરપી (પૂર્વસરપંચ), દેવાકરણભાઈ (વકીલ), જલુભાઈ ભુવાજી સહીત મહાનુભાવોના વરદ હસ્તે આરતી ઉતારી કેમ્પ ખુલ્લો મુકવા આવ્યો હતો.ભવ્ય વોટરપ્રુફ ટેન્ટ ની સાથે સાથે પગવાળા યાત્રિકો માટે મેડિકલ,ભોજન,પૌષ્ટિક આહાર હળવા ફ્રુટ કેળા સફરજન સહીત સ્વાસ્થને ઉપયોગી શરબતનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે રોકાણ માટે બહોળી સંખ્યામાં ખાટલાની વ્યવસ્થા કરવામાં આવી છે. ખુલ્લામાં ખુશીઓની બેઠક વ્યવસ્થા સાથે આહલાદક સ્થળ ઉપર આ કેમ્પ તંદુરસ્ત વાતાવરણ પુરૂ પાડશે. કેમ્પના સંયોજક સંજયભાઈ ઉચરપી, હાર્દિકભાઈ દેસાઈ,ભરતભાઈ રવિયાણા દ્વારા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું.કેમ્પના સમસ્ત આયોજનના ભાગ રૂપે કેસરભાઈ આકોલી દ્વારા કેમ્પ માટેની પ્રેરણા પૂરી પાડવાનો શ્રેય માર્ગદર્શન પ.પૂ મહંત શ્રી ૧૦૦૮ કુરશીપૂરીબાપુ ને આપવામાં આવ્યો,પશાભાઈ કુંવારવા દ્વારા યોગ્ય વ્યવસ્થા થકી યાત્રી યાત્રિકો માટે કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો અને અંતે તમામની આભાર વિધિ કરવામાં આવી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!