GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

અડાદરા આદિજાતિ આશ્રમ શાળામાં સિનિયર સિવિલ જજ કે. કે પટેલ ની અધ્યક્ષતામાં કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ.

 

તારીખ ૧૦/૦૭/૨૦૨૪

 

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકા ના અડાદરા આદિજાતિ આશ્રમ શાળા ખાતે કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શાળાના ૩૭૯ વિદ્યાર્થીનીઓ ને સિનિયર સિવિલ જજ શ્રી કે. કે પટેલની અધ્યક્ષતામાં જાતીય સતામણી અંગેની કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાની વિદ્યાર્થીઓને જાતીય સતામણી વિશેની કાયદાકીય માહિતી ગોધરાના સિવિલ જજ કે કે પટેલના અધ્યક્ષતામાં પોકસો એક્ટ અને જાતીય સતામણી બાબતે કાનૂની માહિતી વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી હતી સાથે જી આર કોન્ટ્રાક્ટર દ્વારા પણ પોક્સો એક્ટ હેઠળ આરોપીને શું શું સજા થઈ શકે તે વિશે માહિતી વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી હતી જેમાં આચાર્ય વિનોદભાઈ અને આદિજાતિ આશ્રમ શાળાના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

 

Back to top button
error: Content is protected !!