IDARSABARKANTHA

સાબરકાંઠા ના ભજપુરા ગામ પંચાયત સરપંચ પતિ સામે સવાલો ઉઠવા પામ્યા છે

સાબરકાંઠા…

એંકર…
રાજ્ય સરકાર વિકાસને વેગ આપી નવિન કામો મંજૂર કરી રહ્યા છે… ગામ પંચાયતનાં લેટરપેડ પર ચેકડેમ પર માટીનું પુરાણ કરી જમીન લેવલનું કામ હાથ ધરવામાં આવતા ભજપુરા ગામ પંચાયત સરપંચ પતિ સામે સવાલો ઉઠવા પામ્યા છે… ખેડૂતોને સિંચાઇ અને ખેતી લાયક પાણી મડી રહે તે હેતુથી વર્ષ ૨૦૦૮/૦૯ માં બાધવામાં આવેલ ચેક ડેમ પર પુરાણ કરાતાં સરપંચ પતિ સામે ખેડુતો સહિત ગ્રામજનો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે…
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ભજપુરા ગામની સીમમાં આવેલ ગૌચર જમીન માં વર્ષ ૨૦૦૮/૦૯ ત્રણ ચેકડેમ બાંધવામાં આવ્યા હતા. ચેકડેમ બાંધવામાં આવતા આશરે આસપાસના ૫૦ થી ૬૦ જેટલાં ખેડૂતોને સિંચાઇ અને ખેતીના પાણીનો ફાયદો થતો હતો. જૉકે ભજપુરા ગામ પંચાયત સરપંચ પતિ દ્રારા ત્રણે ચેકડેમ પર માટીનું પુરાણ કરી દેવાતા ખેડુતો સહિત ગ્રામજનો માં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સરદાર પટેલ જળસંચય યોજના અંતર્ગત વર્ષ ૨૦૦૮/૦૯ માં બાંધકામ થયેલ ચેકડેમમાં માટીનું પુરાણ કરી દેવાતા ખેડૂતોને કૂવા અને બોર નાં જળસ્થળ તળિયે જવાના ભયને લઇ સરપંચ પતિ વિરૂદ્ધ જાગૃત નાગરિકો દ્વારા લેખીત મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાંય આજદિન સુધી ખેડુતો અને ગામજનો સરકારી કચેરીના ધક્કે ચડ્યા છે…

ઉલ્લેખનીય છેકે ગામ પંચાયત નાં લેટર પેડ પર સરપંચ પતિ દ્રારા મંજૂરી લેવામાં આવી છે. લેટરપેડ પર લેખિતમાં મજુરી લેવામાં આવ્યાં પછી પતિએ ચેકડેમ પર માટીનું પુરાણ કરવાનું શરૂ કર્યુ હતું. ગામનાં ખેડુતો અને જાગૃત નાગરિકો દ્વારા માટી પુરાણ કરતા સમયે ખાણખનીજ વિભાગને જાણ કરી હતી. ત્યાર બાદ ખાણખનીજ વિભાગ દ્રારા પંચાયતને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ગામ પંચાયતમાં મહિલા સરપંચ હોવાને લઇ સરપંચ પતિ દ્રારા પોતાના અંગત લાભ ને લઇ ગામની સીમમાં આવેલ ત્રણ ચેકડેમ પર માટીનું પુરાણ કરી દેવામાં આવ્યુ ખેડૂતોએ આક્ષેપ કર્યાં છે. જૉકે રાજ્ય સરકાર એકતરફ ખેડુતો માટે અવનવી જાહેરાતો થકી વિવિઘ ગ્રાન્ટ આપી ખેડૂત નાં હિતમાં નિર્ણય લેતી હોય છે. તેમજ ખેડૂતોને પગપર કરવાં સરકાર અથાગ પ્રયત્નો થકી વિકાસ કાર્યોને મજુરી આપવામા આવતી હોય છે. ત્યારે ગામનાં સરપંચ પતિ દ્રારા ત્રણે ચેકડેમ પર માટીનું પુરાણ કરી દેવાતા ગામજનોએ તલાટી કમ મંત્રી T.D.O જીલ્લા કલેકટર ને પણ રજૂઆત કરી છે. જૉકે આજદિન સુધી ચેકડેમ ખુલ્લા ન કરાતાં ખેડૂતો સહિત ગામજનોએ તંત્ર સામે યોગ્ય ન્યાય ની માંગ

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!