મોરંગી વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા ઉત્સાહભેર યોજાઈ

મોરંગી વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા ઉત્સાહભેર યોજાઈ
રાજુલા: શ્રી મોરંગી વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા ઉત્સાહભેર અને આનંદમય વાતાવરણમાં યોજાઈ હતી. વાર્ષિક સભામાં જિલ્લા બેંકના મેનેજરશ્રી તથા બેંકના અન્ય અધિકારીશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટી અને રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મંડળીના સન્માનનીય સભાસદો ઉપરાંત મોરંગી ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો તથા સભાસદોની હાજરીથી વાર્ષિક સાધારણ સભા સફળ અને યાદગાર બની હતી.
સભા દરમિયાન મંડળીના વિવિધ કાર્યો અને સહકારી પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સભાસદો અને ગ્રામજનોની ઉપસ્થિતિ બદલ મંડળીના સંચાલક મંડળ દ્વારા સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મંડળી દ્વારા ભવિષ્યમાં પણ સભાસદો અને ગ્રામજનોનો સહકાર, વિશ્વાસ અને સાથ મળતો રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. જય સહકારના સંદેશ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.




