પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અંતર્ગત મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો
જિલ્લાના અધિકારીઓ-પદાધિકારીઓએ ગોધરા તાલુકા પંચાયત પાસેના કોર્ટ રોડ પર સાફ સફાઈ કરી શ્રમદાન કર્યું
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
*પંચમહાલ, બુધવાર ::* મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તા. ૨ જી ઓકટોબરના દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાના વડાપ્રધાનશ્રીના આહવાન અને સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ)નાં ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે તા.૨ જી ઓકટોબરના રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે “સ્વચ્છ ભારત દિવસ”ની જિલ્લા કક્ષાની કાર્યક્રમ યોજાયો હતો.
જેના ભાગરૂપે ગોધરા તાલુકા પંચાયત પાસે આવેલા કોર્ટ રોડ ઉપર મહાશ્રમદાન કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના અધિકારી – પદાધિકારીઓ દ્વારા રોડની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ મહાશ્રમદાનમાં રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, જિલ્લા કલેકટર આશિષકુમાર, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીઆ , જિલ્લા પોલીસ અધિક્ષક, મોરવાના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકા ચીફ ઓફિસર સહિત અગ્રણીશ્રી અશ્વિનભાઈ પટેલ તેમજ અન્ય અધિકારી – પદાધિકારીઓ સહભાગી થયા હતાં.