GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ ની ભારતમાલા હાઈવે પર મોટી કાર્યવાહી: પીગળી ગામ પાસે બે કારમાંથી ₹13.21 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 3ની અટકાયત.

તારીખ ૧૮/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે રોડ પર પિંગળી ગામ નજીક પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે બે કાર અને દારૂ મળી રૂ. ૧૩.૨૧ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આર ડી ભરવાડને ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ કલરની i20 કાર (નં. GJ-06-PM-6285) અને એક કાળા કલરની i20 કાર (નં. GJ-20-AH-1512) માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને મધ્યપ્રદેશ તરફથી વડોદરા તરફ જઈ રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પિંગળી ગામ નજીક નાકાબંધી કરી વોચ ગોઠવી હતી.વોચ દરમિયાન બંને શંકાસ્પદ કાર આવી પહોંચતા પોલીસે તેને કોર્ડન કરીને રોકી હતી. કારની તપાસ કરતા અંદરથી કટન પ્રાઇડ વિસ્કી, લેમન ફ્લેવર્ડ વોડકા, રોયલ સ્ટેગ વિસ્કી અને કિંગફિશર બીયરની કુલ ૩૮ પેટીઓ જેમાં કુલ ૧૫૧૨ બોટલો મળી આવી હતી. ઝડપાયેલ આરોપીઓમાં 1. સોહિલભાઈ રફીકભાઈ શેખ (રહે.BSUP આવાસ, કાન્હા એપાર્ટમેન્ટ સામે વડોદરા)2. સાહિલભાઈ રફીકભાઈ શેખ (રહે. BSUP આવાસ, કાન્હા એપાર્ટમેન્ટ સામે વડોદરા)3. નૌશાદઅલી સાજીદભાઈ ગરાસિયા (રહે. એકતા નગર ભાથીજી મંદિર પાસે વડોદરા, મૂળ ખંભાત) કુલ કબ્જે કરેલ મુદ્દામાલ માં વિદેશી દારૂ તથા બીયર: ૧,૫૫૨ ક્વાર્ટર બોટલ/ટીન (કિંમત રૂ. ૩,૧૧,૨૮૦/-)વાહનો: રૂ. ૧૦,૦૦,૦૦૦/- ની કિંમતની બે i20 કાર મોબાઈલ: રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતના ૨ મોબાઈલ ફોન કુલ મુદ્દામાલ: રૂ. ૧૩,૨૧,૨૮૦/-પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશમાંથી લાવ્યા હોવાનું અને વડોદરામાં વેચાણ અર્થે લઈ જતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!