GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં ભંગારના વેપારીઓ માટે મોટો નિયમ! ખરીદ-વેચાણનું રજિસ્ટર રાખવું બન્યું ફરજિયાત

તા.05/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીના અવારનવાર બનતા બનાવોને અટકાવવા અને ગુનેગારો સુધી ઝડપથી પહોંચવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે સામાન્ય રીતે જોવા મળ્યું છે કે ચોરી કરનારા ઇસમો ચોરેલી વસ્તુઓ ભંગારના વેપારીઓને સસ્તા ભાવે વેચી દેતા હોય છે તપાસ દરમિયાન જ્યારે પોલીસ ભંગારના વેપારીઓનો સંપર્ક કરે છે ત્યારે તેમની પાસે ખરીદનાર કે વેચનારની કોઈ વિગત હોતી નથી કે તેઓ રજિસ્ટર નિભાવતા હોતા નથી જેના કારણે ગુનેગારો સુધી પહોંચવું પોલીસ માટે મુશ્કેલ બને છે આ સમસ્યાના ઉકેલ માટે હવેથી જિલ્લાના તમામ ભંગાર લે-વેચ કરનારા વેપારીઓએ ભંગાર વેચવા આવનાર તેમજ ખરીદનાર વ્યક્તિના નામ, સરનામાં અને આઈ.ડી. પ્રૂફ સાથેની સંપૂર્ણ વિગત દર્શાવતું રજિસ્ટર રાખવું ફરજિયાત છે વેપારીઓએ આ રજિસ્ટરની નિભાવણી સ્થાનિક પોલીસ સ્ટેશનના સહી-સિક્કા કરાવીને કરવાની રહેશે રજિસ્ટરમાં ભંગારનો પ્રકાર, તેનું વર્ણન, ગ્રાહકનું નામ-સરનામું, આઈ.ડી. પ્રૂફની નકલ અને તેમનો તાજેતરનો ફોટોગ્રાફ જેવી વિગતો કોલમ મુજબ નોંધવી અનિવાર્ય છે આ રજિસ્ટર રાખવાથી પોલીસ વિભાગને જરૂરિયાત સમયે આરોપીઓ સુધી પહોંચવામાં સરળતા રહેશે આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 30/09/2026 સુધી અમલમાં રહેશે. જો કોઈ વ્યક્તિ આ આદેશનો ભંગ કરશે અથવા ઉલ્લંઘન કરવામાં મદદગારી કરશે તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ દંડનીય અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!