GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લામા રેશનકાર્ડ ધારકોને લાગું પડે તેવા ખોટા સમાચારથી સાવધાન રહેવા બાબત

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર જિલ્લામા રેશનકાર્ડ ધારકોને લાગું પડે તેવા ખોટા સમાચારથી સાવધાન રહેવા બાબત

મહિસાગર જિલ્લા ચુંટણી શાખા તથા મિડીયા સેલને સોશિયલ મિડીયામાં મામલતદાર ખાનપુર-બાકોર દ્વારા રેશનકાર્ડ ધારકોને અમુક આવક કરતા વધારે હોય તો અનાજ નહી મળે કે રેશનકાર્ડ રદ કરવામાં આવશે તેવા ખોટા સમાચાર ફેલાયાની જાણ થયેલ છે. આ સમાચારની તમામ વાસ્તવિકતા તપાસતા જાણવા મળ્યું છે કે, આ સમાચાર જુના છે અને જે તે સમયના મામલતદારશ્રી દ્વારા નિયમો મુજબ સામાન્ય લોકોને જે તે સમયે અપીલ કરવામાં આવેલ. પરંતુ હાલ આ સમાચારને લાગુ પડે તેવું જાહેરનામું કે અન્ય રીતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાની વાત મામલતદારશ્રી કે તેમની કચેરી મારફતે કરવામાં આવેલ નથી આમ આ સોશિયલ મિડીયામાં ફેલાયેલ સ્કિનશોટ સદંતર ખોટા છે જેની જાણ તમામ મહિસાગર વાસીઓને થાય.ચુંટણી સમયે આવા ખોટા સમાચાર ફેલાવી લોકોને ભ્રમિત કરવા એ એક પ્રકારનો ગુનો છે, એટલે તમામ મહિસાગર વાસીઓને અપીલ કે આવા ખોટા સમાચારોથી દુર રહે.

મામલતદાર ખાનપુરના જણાવ્યા મુજબ રેશનકાર્ડ ધારકોને સરકારના ધારાધોરણ મુજબ મળવાપાત્ર અનાજનો જથ્થો કોઈ પણ સરકારમાન્ય વાજબી ભાવની દુકાનેથી મળી રહેશે. અનાજ મેળવવામાં જો કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો ટેલીફોન નં.02674-286451 તથા નાયબ મામલતદાર પુરવઠાના મોબાઈલ નં.9879003634 તથા મામલતદાર ખાનપુર તથા સરકારના ટોલ ફ્રી નંબર 18002335500 પર ફોન કરીને અથવા કચેરી ખાતે ફરિયાદ કરી શકાશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!