GUJARAT

વલસાડમાં 11 મી ને રવિવારે ગુંદલાવમાં મીડિયા એવોર્ડ સમારંભ યોજાશે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને જમાવટ મીડિયાના એડિટર દેવાંશી જોષી, વલસાડ ડાંગના સાંસદ ધવલભાઇ પટેલ, સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ, વલસાડના કલેકટર ભવ્ય વર્મા, વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.પત્રકાર વેલફેર એસોસિયેશન વલસાડનો પાંચમો મીડિયા એવોર્ડ વિતરણ સમારંભ ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને જમાવટ મીડિયાના એડિટર દેવાંશી જોશીના અધ્યક્ષ સ્થાને તા. 11 મે ના રોજ ગુંદલાવ ખાતે આવેલા પરિવાર બેંકવેટ રેસ્ટોરન્ટમાં સવારે 10:30 કલાકે યોજાશે.

વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા પત્રકાર વેલ્ફેર એસોસિયેશન દ્વારા દર વર્ષે મીડિયા એવોર્ડ પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવે છે. એસોસિએશનના પ્રમુખ હર્ષદ આહીરના જણાવ્યા મુજબ આ પ્રતિયોગીતામાં મીડિયાકર્મીઓ દ્વારા કરવામાં આવેલી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાની સ્ટોરીઓ પત્રકારો પાસે મંગાવી જજીસ દ્વારા મૂલ્યાંકન કરી જુદી જુદી કેટેગરીમાં વિજેતાનું સન્માન કરવામાં આવે છે. જે અંતર્ગત વલસાડ પત્રકાર વેલ્ફેર એસોસિએશનનો આગામી મીડિયા એવોર્ડ વિતરણ સમારંભ તા. 11 મે 2025 ના રોજ સવારે 10:30 કલાકે નેશનલ હાઇવે નં. 48 પર ગુંદલાવ ચાર રસ્તા નજીક આવેલા પરિવાર રેસ્ટોરન્ટ બેંકવેટ (AC) હોલમાં રાખવામાં આવ્યો છે.
આ સમારંભના પ્રોજેક્ટ ચેરમેન અપૂર્વ પારેખના જણાવ્યા મુજબ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને જમાવટ મીડિયાના એડિટર દેવાંશી જોષીની અધ્યક્ષતામાં યોજાનારા આ કાર્યક્રમમાં લોકસભાનાં દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઇ પટેલ, સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ, વલસાડના કલેકટર ભવ્ય વર્મા, વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે.
પત્રકાર એસોસીએશનની ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે. સાથે જ હોદ્દેદારોએ વલસાડ જિલ્લાના પત્રકારોને આ મીડિયા એવોર્ડ સમારંભમાં ઉપસ્થિત રહેવા અપીલ કરી છે.

Back to top button
error: Content is protected !!