વિજાપુર રેફરલ હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક યોજાઇ ધારાસભ્યએ હાજરી આપી ડોકટરો નુ કર્યું માર્ગદર્શન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રેફરલ હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક યોજાઇ હતી. ધારાસભ્ય સી.જે ચાવડાએ રેફરલ હોસ્પીટલ ની મુલાકાત લીધી હતી.અને રોગી કલ્યાણ સમિતિ સાથે બેઠક કરી ચર્ચાઓ કરી હતી.તેમજ હોસ્પીટલ નુ નિરક્ષણ કરી ડોકટર ટીમ ને સૂચનો અને માર્ગદર્શન કર્યું હતું. રેફરલ હોસ્પીટલ મા આવતા દર્દીઓ પડતી અગવડ અંગે માહિતી મેળવી હતી.અને તે માટે ડોકટરો ને જરૂરી સૂચનાઓ આપી હતી રેફરલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર ઇન્દ્રેશ પટેલ, ડો અમિત પટેલ તેમજ મામલતદાર જે એસ પટેલ, કાર્યપાલક ઈજનેર, તાલુકા હેલ્થ અધિકારી ચેતન ભાઈ પ્રજાપતિ રોગી કલ્યાણ સમિતિ ના સભ્યો માધુ ભાઈ પટેલ, સંજય પટેલ અને તાલુકા સદસ્ય લક્ષ્મીબેન કૌશિક પટેલ હાજર રહ્યા હતા