ગોધરા ખાતે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાની અધ્યક્ષતામાં કચેરી, ગોધરાના સભાખંડ ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ સબંધિત વિભાગોને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારા અંગે, ભયજનક વળાંક ધરાવતા રસ્તાઓ પર રિફ્લેક્ટર લગાવવા અંગે, બ્લેક સ્પોટની ઓળખ કરવા અને ભયજનક રીતે વાહન ચલાવનારા સામે કાર્યવાહી કરવા બાબતે તથા જાહેરમાર્ગ પર અનુસરવાના થતાં માપદંડો અને ટ્રાફિકના નિયમોથી લોકોને જાગરૂક કરવા સહિતની બાબતો અંગે યોગ્ય કામગીરી કરી જિલ્લામાં માર્ગ સલામતીનો સંપૂર્ણ અમલ થાય અને નાગરિક સુરક્ષાના જરૂરી માપદંડોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા તમામ સબંધીત અધિકારીઓને સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેકટરશ્રી જે.જે.પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સબંધીત વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.