BHUJGUJARATKUTCH

ભુજ ખાતે પીસી પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી | બિમલ માંકડ-ભુજ કચ્છ.

 

ભુજ,તા-27 માર્ચ : ચેરપર્સન શ્રીમતિ રેખાબેન દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ભુજ ખાતે જિલ્લા કક્ષાની પીસી પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક મળી હતી.આ બેઠકમાં રજિસ્ટ્રેશનની માટે આવેલી નવી અરજીઓ તથા રીન્યુમાં આવેલી અરજીઓને મંજૂરી આપવામાં આવી હતી. વિશેષ આ બેઠકમાં પીસી પીએનડીટી અંગે કાયદાકીય સમજ માટે લોકોમાં જાગૃતિ આવે તે માટેના કાર્યક્રમો યોજવા, સમુહલગ્નમાં પ્રતિજ્ઞા સંદેશ મોકલવો, મહિલા કોલેજમાં જનજાગૃતિ અંગે કાર્યક્રમ યોજવા, બેટી વધાવો અંતર્ગત ૧ થી વધુ દિકરીઓના વાલીઓનું સન્માન કરવું, ફેમેલી પ્લાનીંગ કાર્યક્રમો યોજવા જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.મિતેશ પંડ્યા, પીસી પીએનડીટી એડવાઈઝરી કમિટીના સભ્ય શ્રીમતિ કાન્તાબેન સોલંકી અને પન્નાબેન જોષી, જી.કે.જનરલ હોસ્પિટલના ગાયનોકોલોજીસ્ટ ડો.પ્રફુલાબેન કોટક, પીડીયાટ્રીશયન ડો.મીત કણસાગરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!