ANANDANAND CITY / TALUKOANKLAV

આણંદ ગાજણા ગામના વિડિઓ વાયરલ થતા પોલિસ વડા દ્વારા તપાસના આદેશ

આણંદ ગાજણા ગામના વિડિઓ વાયરલ થતા પોલિસ વડા દ્વારા તપાસના આદેશ

તાહિર મેમણ : આણંદ – 05/12/2023 – આણંદ ગાજણા ગામના વિડિઓ વાયરલ થતા પોલિસ વડા દ્વારા તપાસના આદેશ આપ્યા છે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ગાજણા ગામમાં એક મહિલા પોતાના સાત વર્ષીય પુત્ર મારફતે ગ્રાહકો સુધી દેશી દારૂ પહોંચાડતી હોવાનો વીડિયો વાઈરલ થતાં પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે કિશોર વયના બાળકના માતા-પિતા વિરુદ્ધ જુવેનાઈલ જસ્ટીસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 

આણંદ જિલ્લામાં પોલીસની રહેમનજર હેઠળ દેશી-વિદેશી દારૂની બદી ફુલીફાલી છે. ત્યારે, ભાદરણ પોલીસમથકની હદમાં આવેલ ગાજણા ગામમાં રહેતી એક મહિલા ઘરમાં જ દેશી દારૂ બનાવી, પોટલીઓમાં ભરી, પોતાના જ 7 વર્ષના પુત્ર મારફતે ઘરની બહાર ઉભેલા ગ્રાહકો સુધી પહોંચાડતી હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. આ વાઈરલ વીડિયો ભાદરણ પોલીસના ધ્યાનમાં આવતાં, પોલીસ ગાજણા ગામમાં પહોંચી હતી અને વીડિયોમાં દેખાતાં ઘરની તપાસ આદરી હતી.વાઈરલ વીડિયોના આધારે પોલીસ ઘર સુધી પહોંચવામાં સફલ રહી હતી અને દંપતી અને તેના બાળકની ઓળખ કરી લીધી હતી. પોલીસે વાઈરલ વીડિયોમાં દેખાતા બાળક અંગે પૂછપરછ કરતા દંપતીએ પોતાનું જ બાળક હોવાની અને દેશી દારૂના વેચાણમાં તેનો ઉપયોગ કરતા હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે દંપતી વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેક્શન) એક્ટ કલમ 78 તથા પ્રોહી એક્ટની કલમ 65(a)(a), 81 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!