DAHODGUJARAT

ABVP દાહોદ ના કાર્યકર્તા જનજાતિ વિદ્યાર્થીઓના સ્કોલરશીપના મુદ્દાને લઈ દાહોદના બિરસામુંડા ચોક ખાતે રસ્તા પર ઉતર્યા પોલીસ દ્વારા અટકાયત કરી

તા.૧૩.૦૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

ABVP દાહોદ ના કાર્યકર્તા જનજાતિ વિદ્યાર્થીઓના સ્કોલરશીપના મુદ્દાને લઈ દાહોદના બિરસામુંડા ચોક ખાતે રસ્તા પર ઉતર્યા પોલીસ દ્વારા અટકાયત કરી

ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય અને લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામા આવી રહ્યુ છે, ત્યારે દાહોદ શહેરના બિરસા મુંડા ચોક પર ABVP ના કાર્યકર્તાઓએ SC-STના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા વિરોધ નોંધવવામાં આવી રહ્યો છે. ભાજપની વિદ્યાર્થી પાંખ દ્વારા રોડ-રસ્તા ઉપર ઉતરી સુત્રોચ્ચાર કરી સરકારના નિર્ણયનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યકર્તાઓને વિરોધ નોંધાવતા અટકાવતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું

Back to top button
error: Content is protected !!