DAHODGUJARAT

દાહોદ તાલુકાના જાલત ગામના માનસિક અસ્થિર યુવકને છેલ્લા આઠ વર્ષથી પગમાં બાંધેલી જંજીર ખુલતા યુવકે આઝાદીનો શ્વાસ લીધો 

તા.૧૭.૦૪૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના જાલત ગામના માનસિક અસ્થિર યુવકને છેલ્લા આઠ વર્ષથી પગમાં બાંધેલી જંજીર ખુલતા યુવકે આઝાદીનો શ્વાસ લીધો

દાહોદ તાલુકાના જાલત ગામના અને ખેત મજૂરી કરી પરિવાર નું ગુજરાન ચલાવતા વજુભાઈ પણદા ના પુત્ર રાહુલ ની માનસિક સ્થિતિ આશરે આઠ – દશ વર્ષ પહેલા ખરાબ થઈ હતી સામાન્ય રીતે તેનો ઈલાજ કરાવ્યો પરંતુ કોઈ ફર્ક નહીં પડતાં ગામમાં ક્યાક નીકળી ના જાય અથવા કોઈ ને કઈ નુકશાનના પહોચાડે તે માટે પરિવારે ઘર ની બહાર એક નાની ઓરડીમાં સાંકળથી બાંધી લોક કરી દીધો હતો છેલ્લા આઠ વર્ષ થી સાંકળ સાથે બંધાઈ રહેલા રાહુલ વિષે દાહોદની સમાજિક કાર્યકર સંધ્યાબેન ભૂરીયા ને જાણ થતાં તેમને પરિવાર નો સંપર્ક કરી રાહુલ ને લઈ જવા માટે સંમત કરી બાયડ ખાતે આવેલ જય અંબે મંદબુધ્ધિ મહિલા આશ્રમ નો સંપર્ક કર્યો હતો અને આશ્રમ ની એમ્બ્યુલન્સ દાહોદ ખાતે આવતા સામાજિક કાર્યકર સહિત ની ટીમ જાલત પહોચી હતી અને રાહુલ નું રેસક્યું કરી બાયડ ખાતે લઈ જવા રવાના કર્યો હતો બાયડ ખાતે યુવક ની સાર સંભાળ ની સાથે તેની સારવાર પણ કરવામાં આવશે

Back to top button
error: Content is protected !!