GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર કલેક્ટર નાં અધ્યક્ષ સ્થાને ખાનપુર તાલુકાના ડોલરીયા મુકામે રાત્રિ સભા યોજાઈ.

મહીસાગર કલેકટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને ખાનપુર તાલુકાના ડોલરીયા ખાતે રાત્રિ સભા: સમસ્યાઓનું ત્વરિત નિવારણ
****

અમીન કોઠારી મહીસાગર

 

મહીસાગર જિલ્લાના કલેકટર સુશ્રી અર્પિત સાગરે આજે ખાનપુર તાલુકાના ડોલરીયા ગામે રાત્રિ ગ્રામસભા યોજીને ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગ્રામજનોએ પોતાના રોજબરોજના પ્રશ્નો અને મુશ્કેલીઓ કલેકટર સમક્ષ રજૂ કરી હતી, જેનું તેમણે ત્વરિત નિરાકરણ લાવ્યું હતું.

 

કેટલાક વધુ જટિલ પ્રશ્નો માટે કલેકટરશ્રીએ સંબંધિત વિભાગોને તાત્કાલિક કાર્યવાહી કરવા અને નિર્ધારિત સમયમાં તેનો ઉકેલ લાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત, રાત્રિસભા સ્થળે જ વિવિધ આર્થિક સહાય યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલથી ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ ઘરઆંગણે જ મળ્યો હતો.

કલેકટરશ્રીની આ સક્રિયતા અને ગ્રામજનો સાથેના સીધા સંવાદથી ડોલરીયા ગામમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. વહીવટી તંત્ર અને લોકો વચ્ચેનો આ સેતુ ભવિષ્યમાં વધુ સુદૃઢ બનશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!