નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત તકનીક તથા નર્સરી વાવેતરની કામગીરી અંગેની તાલીમ અપાઈ*
નવસારી:તા.૧૬, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા તથા નર્સરીમાં પ્રાકૃતિક પદ્ધતિથી છોડોનું ઉત્પાદન થાય તે હેતુથી નવસારી સમાજિક વનીકરણ વિભાગ તથા નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સયુંકત ઉપક્રમે નાયબ વન સંરક્ષકશ્રી ભાવનાબેન દેસાઈના અધ્યક્ષતા હેઠળ એક દિવસીય ચિંતન શિબિર સાથે કાર્યશાળા યોજાઈ હતી .
આ પ્રસંગે નાયબ વનસંરક્ષકશ્રી ભાવનાબેન દેસાઈએ જણાવ્યું કે ““નર્સરીના ઉચ્ચ ગુણવત્તાવાળા છોડના ઉત્પાદન માટે રાસાયણિક મુક્ત પ્રાકૃતિક પદ્ધતિઓ ખૂબ અસરકારક છે. આવા ઉપાયો દ્વારા ખેતી સાથે જોડાયેલા લોકોને નવું જ્ઞાન મળી શકે છે તે ચિંતન શિબિરનો મુખ્ય હેતુ છે. ”
શિબિરનો મુખ્ય હેતુ રાસાયણિક આધારિત ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફ પરિવર્તન, પર્યાવરણમૈત્રી ખેતી પદ્ધતિઓ, જમીનના સ્વાસ્થ્યનું સંરક્ષણ તેમજ નર્સરીના છોડોના ઉત્પાદનમાં ગુણવત્તા તથા પ્રમાણ વધારો કરવા અંગે યથાસંભવ પગલાં બાબતે ચર્ચા કરવામાં આવી હતી .
આ ચિંતન શિબિરમાં સમાજિક વનીકરણ વિભાગના ડી.સી.પી , એસ.સી.પી , એસ.એચ.જી , નર્સરીના લાભાર્થીઓ તથા પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો હાજર રહ્યા હતા . તેઓને જીવામૃત, વર્મીક્મ્પોસ્ટ ,નર્સરી ઉછેર , વોટર હર્વેસ્ટીંગ ,સીડ ટેકનોલોજી જેવા વિષયો પર વિગતવાર માહિતી આપી તેમજ જીવામૃત, ઘનજીવામૃત બનાવવાની પ્રેક્ટીકલ તાલીમ આપી હતી.
<span;>આ શિબિરમાં નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડૉ.કે.એ.શાહ , આસીસ્ટનટ કન્ઝેવેટર ઓફ ફોરેસ્ટશ્રી કેયુર પટેલ , સમાજિક વનીકરણ વિભાગના કર્મચારીઓ , પ્રાકૃતિક ખેડૂત પ્રતિનિધિઓ તેમજ સંલગ્ન સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યું હતું.