GUJARATHIMATNAGARSABARKANTHA

હિંમતનગર ખાતે લિંગ આધારિત હિંસા વિરુદ્ધ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત એક દિવસીય વર્કશોપ યોજાયો

 

વાત્સલ્યમ્ સમાચાર

હિંમતનગર ખાતે લિંગ આધારિત હિંસા વિરુદ્ધ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત એક દિવસીય વર્કશોપ યોજાયો

સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત લિંગ આધારિત હિંસા વિરુદ્ધ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત એક દિવસીય વર્કશોપ જિલ્લા પંચાયત હોલ, હિંમતનગર ખાતે યોજાયો હતો.આ વર્કશોપમાં મફત કાનુની સલાહ કેન્દ્રના ડેપ્યુટી ચીફ ઓફ લીગલ એન્ડ ડિફેન્સ શ્રી આઈ. એસ. પઠાન દ્વારા મહિલા હિંસા વિરુદ્ધ કાનૂની કાયદાઓનું વિસ્તારે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિ વર્ષાબેન અને એપીઓ વહીવટશ્રી જેકવાન કુરેશી દ્વારા ઘરેલુ હિંસા અટકાવ અંગે વાતચીત કરવામાં આવી હતી.મહિલા બાળ વિભાગના ડિસ્ટ્રીક્ટ મિશન કોઓર્ડીનેટરશ્રી દેવાંગભાઈ સુથાર દ્વારા મહિલાઓ માટે કાર્યરત મહિલા હેલ્પલાઇન 181, સખી વન સ્ટોપ સેન્ટર અને નારી સંરક્ષણ કેન્દ્ર, વ્હાલી દિકરી યોજના, પુન: લગ્ન સહાય યોજના, વિધવા સહાય યોજના અંગે વિસ્તારે માહિતી આપી હતી.આ વર્કશોપમાં ડી. એલ. એમ મિન્નત મન્સૂરી દ્વારા મિશન મંગલમય હેઠળ સ્વ સહાય જૂથોને મળતા લાભો અંગે જાણકારી આપી હતી.

આ વર્કશોપમાં સખી મંડરની મહિલાઓ દ્વારા સ્ત્રી સશક્તિકરણ અંગે વાત કરવામાં આવી હતી. મહિલાઓ દ્વારા મહિલા જાગૃતિ અંગે સૂત્રો લખેલા પતંગ ઉડાવી મહિલા જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો.આ વર્કશોપમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!