સંતરામપુરમાં સામાન્ય બોલાચાલી માં ખાનગી સ્કૂલ બસના ડ્રાઈવરે એસટી બસના ડ્રાઇવરને માર માર્યો
સંતરામપુરમાં સામાન્ય બોલાચાલીમાં ખાનગી સ્કૂલ બસના ડ્રાઈવરે સરકારી એસટી બસના ડ્રાઇવરને માર માર્યો.
રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર
સંતરામપુર બસ સ્ટેન્ડ માંથી બપોર ના આશરે સવા ત્રણ કલાક નાં અરસામાં કુશલગઢ થી સાણંદ બસ નો ડ્રાયવર બસ સ્ટેન્ડ માંથી નીકળતા સામે લુણાવાડા ની શાળા ની ખાનગી બસ ચાલકે બસ સ્ટેન્ડ ની અંદર બસ એસટી બસ ની સામે આવતાં એસટી બસ ડાયવરે ખાનગી સ્કુલ બસ નાં ડાયવરને બસ પાછી લેવા કહેતા બોલાચાલી થતાં ખાનગી સ્કુલ બસ નાં ચાલક શાંતીલાલ મકવાણા રહે.એનદૂરા ના ઓ નશો કરેલી હાલતમાં હાથમાં લોખંડ નો સળીયો લ ઈ ને એસટી બસ ના ચાલક સુરેશભાઈ ધુળાભાઈ ના પેટ નાં ભાગે મારતા એસટી બસ ચાલકસુરેશભાઈ ને ઈજા પહોંચી હતી અને તેમને સારવાર માટે 108 માં સંતરામપુર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ ની જાણ સંતરામપુર પોલીસ મથકે કરાતાં પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી અને ખાનગી સ્કુલ ની બસ ચાલક શાંતિલાલ મકવાણા ને પોલીસ સ્ટેશન લઈ ગયેલ અને એસટી બસ ના કનડેકટરે આ બનાવમાં ફરીયાદ આપતાં પોલીસે ખાનગી સ્કુલ બસ નાં ડાયવરની સામે ગુનો નોંધી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ખાનગી સ્કુલ બસ નો ડ્રાયવર શાંતિલાલ મકવાણા નશો કરેલી હાલતમાં જણાતા ને નશામાં બસ ચલાવતો હોય ને બાળકો ને લ ઈ જતાં આવતા હોય તો બાળકો ની સુરક્ષા નું શું… સંતરામપુર પોલીસે આ ખાનગી સ્કુલ બસ નાં ડાયવરની ધરપકડ કરીને તેની સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી ને તેની મેડિકલ તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.