ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્રભાઇ પટેલ

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના સફળતાપૂર્વક ૧૦ વર્ષની ઉજવણી નિમિતે યોજાયો બાળકીઓ સાથે સંવાદ

“બેટી બચાવો બેટી પઢાઓ યોજના” ના સફળતાના ૧૦ વર્ષની ઉજવણી અંતર્ગત મોડાસા ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી કચેરી સંલગ્ન સંકલ્પ ડિસ્ટ્રીક હબ ઓફ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW) દ્વારા તેજસ્વી દીકરીઓ યોજનાકીય કામગીરીથી માહીતગાર થાય, મહિલા સશકિતકરણ તેમજ ગ્રામ્ય વિકાસમાં દીકરીઓ ભાગીદાર બને તે હેતુથી માહિતી માર્ગદર્શન આપવા સંવાદ કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમમાં બાલિકોઓને દરેક વિભાગની સરકારી વિવિધ યોજનાઓની માહિતી આપવામા આવી. આ કાર્યક્રમમાં બાલિકાઓ ૧૦૮ અભ્યમ યોજના , સુરક્ષા સેતુ, SHE ટીમ, આરોગ્યલક્ષી યોજનાઓ, POSH અધિનિયમ, નાણાકીય યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા.આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી હસીનાબેન મનસુરી, PI મહિલા પોલીસ સ્ટેશન મોડાસા, POSH ACT સમિતિના ચેરમેન વનિતાબેન પટેલ, સહાયક માહિતી અધિકારી નિધિબેન જયસ્વાલ, લોક વિજ્ઞાન કેન્દ્ર મોડાસાના ચંદનબેન પટેલ તેમજ વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ, સખી વન સ્ટોપ સેન્ટર-અરવલ્લી, PBSC-મોડાસા, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, VMK મોડાસાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.

Back to top button
error: Content is protected !!