AMRELI CITY / TALUKOGUJARATSAVARKUNDALA

ખનીજ પ્રવૃત્તિ સામે અમરેલી પોલીસની લાલ આંખ

યોગેશ કાનાબાર રાજુલા

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ખાણ ખનીજની ગેરકાયદેસરની પ્રવૃતિ કરતા વાહન ચાલકો વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.

જે અન્‍વયે અમરેલી – સાવરકુંડલા રોડ ઉપર દેવળીયા ગામના પાટીયા પાસેથી રેતી ભરેલ એક ડમ્પર મળી આવતા, જેમાં ભરેલ રેતી બાબતે રોયલ્ટી પાસની તપાસ કરતા રોયલ્ટી પાસ રામેશ્ર્વર (ઓજત નદી) જિ.જનાગઢની હોય, જે અંગે ડમ્પરના રૂટ તપાસ દરમ્યાન કોઇ ગુન્હાહિત કૃત્ય આચરી રેતી (ખનીજ)ની હેરાફેરી કરતા હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાય આવતા જે અંગે ડમ્પર ખાણ ખનીજ વિભાગને તપાસ થવા સોંપી કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ એક ટ્રેકટરમાં ગેરકાયદેસર રેતી ચોરી કરતા પકડી પાડી ખાણ ખનીજનો મેમો આપવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!