
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ
ભુજ ,તા-૦૩ જુલાઈ : કચ્છ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં વરસાદની પરિસ્થિતિ દરમિયાન કોઇપણ પ્રકારના અઘટીત બનાવ બને કે આપાતકાલીન પરિસ્થિતિ ઉદભવે તો કચ્છ ખાતેના જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલ રૂમ પર સંપર્ક કરીને નાગરિકો મદદ મેળવી શકશે. કંટ્રોલરુમ ઉપરાંત વિવિધ વિભાગો દ્વારા પણ નંબર જાહેર કરવામાં આવ્યાં છે.વર્ષાઋતુ -૨૦૨૬ અન્વયે જિલ્લામાં ૨૪ કલાક માટે રાઉન્ડ ધી કલોક આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ફોન નંબર (૦૨૮૩૨) ૨૫૨૩૪૭/૨૫૦૯૨૩ અને ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭ પર કટોકટીની સ્થિતિમાં સંપર્ક કરીને જરુરી મદદ મેળવી શકાશે.તદઉપરાંત, કચ્છ જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા પણ કંટ્રોલ રૂમ કાર્યરત છે. જેમાં પશ્ચિમ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ નંબર (૦૨૮૩૨)૨૫૦૪૪૪, પૂર્વ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ નંબર (૦૨૮૩૬)૨૮૦૨૩૩, પી.જી.વી.સી.એલ ભુજ સબ ડીવીઝન -(૦૨૮૩૨)૨૫૩૫૫૦, પી.જી.વી.સી.એલ અંજાર સબ ડીવીઝન-(૦૨૮૩૬) ૨૨૪૫૮૦, માર્ગ મકાન વિભાગ (સ્ટેટ) (૦૨૮૩૨) ૨૫૧૪૫૦, જિલ્લા આરોગ્ય વિભાગ (૦૨૮૩૨) ૨૫૨૨૦૭, ફાયર બ્રિગેડ ભુજ (૦૨૮૩૨) ૨૫૦૪૨૭, સિંચાઈ (ડેમ) વિભાગ(૦૨૮૩૨)૨૨૦૪૦૭, ફિશરીઝ વિભાગ ભુજ (૦૨૮૩૨)૨૫૦૨૯૨, પોર્ટ ઓફિસ માંડવી (૦૨૮૩૪) ૨૨૨૬૩૩, એસ.ટી.ડેપો ભુજ -૬૩૫૯૯૧૮૪૪૦ ઉપર સંપર્ક કરી શકાશે.
આ જ પ્રકારે દરેક તાલુકાકક્ષાએ મામલતદાર કચેરી ખાતે ચોમાસુ કંટ્રોલ રૂમ કાર્યરત છે. જેમાં ભુજ મામલતદાર કચેરી (૦૨૮૩૨)૨૩૦૮૩૨, માંડવી મામલતદાર કચેરી (૦૨૮૩૪)૨૨૨૭૧૧, મુન્દ્રા મામલતદાર કચેરી (૦૨૮૩૮)૨૨૨૧૨૭, અંજાર મામલતદાર કચેરી (૦૨૮૩૬) ૨૪૨૫૮૮, ગાંધીધામ મામલતદાર કચેરી (૦૨૮૩૬) ૨૫૦૨૭૦, ભચાઉ મામલતદાર કચેરી (૦૨૮૩૭) ૨૨૪૦૩૬, રાપર મામલતદાર કચેરી (૦૨૮૩૦) ૨૨૦૦૦૧, નખત્રાણા મામલતદાર કચેરી (૦૨૮૩૫) ૨૨૨૧૨૪, અબડાસા મામલતદાર કચેરી (૦૨૮૩૧) ૨૨૨૧૩૧, લખપત મામલતદાર કચેરી (૦૨૮૩૯) ૨૩૩૩૪૧, કંટ્રોલરૂમ નંબર પર આપાતકાલિન પરિસ્થિતિમાં સંપર્ક કરીને મદદ મેળવી શકાશે.



