GUJARATTHARADVAV-THARAD

ઘેટાં-બકરાંની જેમ ભરાયેલી સ્કૂલ બસ!સુર્યોદય બ્રિલિયન્ટ સ્કૂલ સામે ગંભીર સવાલો”

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદની સૂર્યોદય બ્રિલિયન્ટ સ્કૂલની બસમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. બસમાં વિદ્યાર્થીઓને ઘેટા-બકરાંની જેમ ઠાંસીને લઈ જવાતા હોવાના દૃશ્યોને લઈને વાલીઓ અને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે.

સ્થાનિકોમાં ચર્ચા છે કે બસની નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને મુસાફરી કરાવવામાં આવી રહી છે, જેના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો વિદ્યાર્થીઓના જીવને ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. વાલીઓનો સવાલ છે કે જ્યારે ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી ઊંચી ફી વસૂલે છે, ત્યારે સુરક્ષાના ધોરણોમાં આવી બેદરકારી કેમ?

આક્ષેપો વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું સંબંધિત આરટીઓ વિભાગ, શિક્ષણ વિભાગ અને સ્થાનિક તંત્ર આ મામલે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરશે કે પછી સમગ્ર મામલો માત્ર ચર્ચાનો વિષય બની રહેશે?

વાલીઓએ માંગ કરી છે કે સ્કૂલ બસોની ક્ષમતા, ફિટનેસ, સલામતીના નિયમો અને વિદ્યાર્થીઓની સંખ્યાની તાત્કાલિક તપાસ કરવામાં આવે તેમજ નિયમોનું ઉલ્લંઘન સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈ પ્રકારનો ચેડો ન થાય

Back to top button
error: Content is protected !!