કાલોલ શહેરની સી.બી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે શાળા સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો.

તારીખ ૦૭/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
વિદ્યાર્થીઓમાં માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવવાના હેતુથી શ્રીમતી સી.બી. ગર્લ્સ હાઈસ્કૂલ, કાલોલ ખાતે આજરોજ “માનસિક સ્વાસ્થ્ય જાગૃતતા કાર્યક્રમ” નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ, શિક્ષકો એ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં લોકસ્વાસ્થ્ય મંડળ, શિવરાજપુર સંચાલિત માનસિક આરોગ્ય સેવામાંથી રાકેશભાઈ સોલંકી અને તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાનો તણાવ, ચિંતા, નકારાત્મક વિચારો પર કાબૂ કેવી રીતે મેળવવો તે અંગે સરળ અને વ્યવહારુ માહિતી પૂરી પાડી હતી. યોગ્ય માર્ગદર્શન અને ઉકેલ પણ આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને એ સમજાયું કે શારીરિક સ્વાસ્થ્ય જેટલું મહત્વનું છે તેટલું જ માનસિક સ્વાસ્થ્ય પણ મહત્વનું છે. કાર્યક્રમ શાંતિપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં પૂર્ણ થયો હતો.







