GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લાના ધરમપુરના ઓઝરપાડા ગામમાં વ્યસન મુક્તિ અંગે સેમિનાર યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

૨૫૦ તાલીમાર્થી વિદ્યાર્થીઓને તમાકુથી થતા રોગો અને COTPA-2003 એક્ટ અંગે સમજ આપવામાં આવી

વલસાડ, તા. ૦૨ જૂન:વલસાડ જિલ્લાના આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે મળી વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે ધરમપુર તાલુકાના ઓઝરપાડા ગામે આવેલા અતુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશનલ એક્સલન્સમાં વ્યસન મુક્તિ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંસ્થાના પ્રિન્સીપાલ પ્રતાપભાઈ પરમાર દ્વારા તમાકુ નિયંત્રણ અંગેનું પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા વલસાડના કાઉન્સેલર સુમિત્રા બાગુલ, અલ્પેશ પટેલ અને જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગમાંથી બીઆરસી કો-ઓર્ડીનેટર મિતેશભાઇ પટેલ દ્વારા તમાકુથી થતા રોગો અને COTPA-2003 એક્ટ અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, વ્યસનમુક્તિ પુસ્તિકાનું વિતરણ કરી સમજ આપવામાં આવી હતી. વ્યસન મુક્તિ

અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. આ સેમિનારમાં ITI ના પ્રિન્સીપાલશ્રી, શિક્ષકોઓ અને ૨૫૦ જેટલા તાલીમાર્થી વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વિશ્વ તમાકુ દિવસ નિમિત્તે વલસાડના ગાયત્રી પરિવાર દ્વારા વલસાડ રેલવે સ્ટેશને વ્યસન મુક્તિ અંગેની પુસ્તિકા અને સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે વ્યસનમુક્તિ પ્રદર્શની પણ લગાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નવસારી પ્રાંત યુવા પ્રભારી મિતેશભાઇ, વલસાડ જિલ્લા યુવા પ્રભારી સંજયભાઈ, નિરજભાઇ, આરોગ્ય વિભાગના સુમિત્રાબેન, અલ્પેશભાઈ અને નશાબંધી ખાતાના અધિકારીશ્રીઓએ

Back to top button
error: Content is protected !!