BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
એમિક્સ ઇન્ટરનેશનલ સ્કુલ લુવારા ખાતે નવા ફોઝદારી કાયદાઓ અંગેનો સેમિનાર યોજાયો, શાળાના આચાર્ય સહિત સ્ટાફ અને બાળકો ઉપસ્થિત રહયા.
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ નેશનલ હાઇવે 48 સ્થિત લુવારા પાસે આવેલ એમિક્સ ઇન્ટરનેશનલ સ્કુલમા ગત રોજ ગુરુવાર 28મી નવેમ્બર 2024 ના રોજ નવા ફોજદારી નિયમોમાં થયેલા સુધારા અન્વયે વિસ્તૃત માહિતી આપવા હેતુસર નબીપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.કે.પરમારના વડપણ હેઠળ એક સેમિનાર નું આયોજન કરાયું હતું. જેમાં ઉપસ્થિતો ને નવા ફોજદારી કાયદાઓની વિસ્તૃત જાણકારી અપાઈ હતી. આ સેમિનારમાં શાળાના આચાર્ય, શિક્ષક ગણ સહિત 250 બાળકો ઉપસ્થિત રહયા હતા.