GUJARAT

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા હળવદ તાલુકાની સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત

મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા હળવદ તાલુકાની સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત; જનસેવા કેન્દ્ર, ઇ-ધરા અને પુરવઠા શાખાની સઘન તપાસણી

કલેક્ટરશ્રીએ અરજદારો સાથે પ્રત્યક્ષ સંવાદ સાધી લીધા પ્રતિભાવો; તાલુકા પંચાયત અને નગરપાલિકાની કામગીરીની પણ કરી સમીક્ષા

મોરબી જિલ્લામાં સરકારી વહીવટને વધુ પારદર્શક, ઝડપી અને પ્રજાભિમુખ બનાવવાના આશય સાથે જિલ્લા કલેક્ટર શ્રી સ્વપ્નિલ ખરે દ્વારા હળવદ તાલુકાની વિવિધ સરકારી કચેરીઓની સર્વગ્રાહી મુલાકાત લઈ સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

કલેક્ટરશ્રીએ હળવદ મામલતદાર કચેરીની મુલાકાત દરમિયાન જનસેવા કેન્દ્ર, ઇ-ધરા કેન્દ્ર અને પુરવઠા વિભાગની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ તપાસણી દરમિયાન કચેરી ખાતે પોતાના કામ અર્થે આવેલા સ્થાનિક અરજદારો સાથે કલેક્ટરશ્રીએ પ્રત્યક્ષ સંવાદ સાધ્યો હતો અને કચેરીમાંથી મળતી સેવાઓ તેમજ વહીવટી પ્રક્રિયા અંગે તેમના પ્રતિભાવો મેળવ્યા હતા.

 

હળવદ તાલુકા પંચાયત અને નગરપાલિકા કચેરીની મુલાકાત લઈ કલેક્ટરશ્રીએ ત્યાં રજૂ થતા સ્થાનિક પ્રશ્નો, લોકફરિયાદો અંગે સંબંધિત અધિકારીઓ સમીક્ષા કરી હતી તેમજ પ્રજાના પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં સકારાત્મક નિકાલ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

Back to top button
error: Content is protected !!