AHAVADANGGUJARAT

વઘઈ રેન્જની વનકર્મીઓની ટીમે જીપમાં લઇ જવાતા સાગી લાકડાનો જથ્થો ઝડપી પાડયો, કુલ 2 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

દક્ષિણ ડાંગ વન વિભાગમાં સમાવિષ્ટ વઘઈ રેન્જ વન વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે જીપમાં લઈ જવાતા સાગી ચોરસાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.તેમજ વન વિભાગની ટીમ દ્વારા બે લાખ રૂપિયા કરતા પણ વધુનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.દક્ષિણ ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ.રવિપ્રસાદ રાધાક્રિષ્નાનાં માર્ગદર્શન હેઠળ વઘઇ રેંજના આર.એફ.ઓ ડી.કે.રબારી સહિત વનકર્મીઓની ટીમે વઘઇ રેન્જ વિસ્તારમાં લાગુ હદમાં નાઈટ પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ.તે દરમ્યાન વઘઇ રેંજનાં આર.એફ.ઓ ડી.કે.રબારીને લાકડા તસ્કરી અંગેની ગુપ્ત રાહે બાતમી મળી હતી.જે બાતમીના આધારે વઘઇ રેંજનાં આર.એફ.ઓ ડી.કે.રબારીની ટીમે ઉગા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી.ત્યારે મહિન્દ્રા મેક્ષ LX ગાડી રજી. નં.GJ -08-F-0895 ની ચેકીંગ કરતા તેમાંથી પાસ પરમીટ વગરનાં સાગી ચોરસા નંગ-10 જે 0.426 ઘનમીટરનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ વઘઈ રેંજની ટીમે સાગી ચોરસા જેની કિંમત રૂપિયા 29,820/- તથા ગાડી જેની કિંમત રૂપિયા 2 લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા 2,29,820/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અને આરોપી લક્ષ્મણભાઈ જીવરામભાઈ ગાવીત તથા માલ જ્યાં ખાલી કરવાનો હતો તે વિનુભાઈ દશરિયાભાઈ ગાયકવાડ (રહે.ખાંભલા તા.વાંસદા જી.નવસારી)ની  અટક કરી કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે.હાલમાં વઘઇ રેંજ દ્વારા લાકડા ચોર વિરપન્નો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે..

Back to top button
error: Content is protected !!