GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ચૂંટણી ટાણે જ મહિલાઓ કેમ યાદ આવે? રાજકીય પક્ષોની ‘વોટબેંક’ નીતિ સામે જાગૃત નાગરિકોનો આક્રોશ

 

MORBI:મોરબીમાં ચૂંટણી ટાણે જ મહિલાઓ કેમ યાદ આવે? રાજકીય પક્ષોની ‘વોટબેંક’ નીતિ સામે જાગૃત નાગરિકોનો આક્રોશ

અમદાવાદ: જેમ જેમ મતદાનની તારીખ નજીક આવે છે, તેમ તેમ તમામ રાજકીય પક્ષોને અચાનક ‘મહિલા શક્તિ’ અને ‘નારી વંદના’ યાદ આવવા લાગી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે મહિલાઓને માત્ર એક મજબૂત વોટબેંક સમજીને લોભામણી જાહેરાતો પીરસવામાં આવી રહી છે, જેની સામે હવે સમાજમાં ગણગણાટ શરૂ થયો છે.

ટિકિટ ફાળવણીમાં પણ ‘પુરુષ પ્રધાન’ માનસિકતા મહિલા અનામતની વાતો વચ્ચે પણ ટિકિટ આપતી વખતે મહિલાની પોતાની કાબેલિયત કરતા તેના પતિ, સસરા કે પિતાના વર્ચસ્વને વધુ મહત્વ આપવામાં આવે છે. અનામત સીટ પર મહિલા માત્ર નામની જ ઉમેદવાર હોય છે, જ્યારે સત્તાનું સુકાન તો પડદા પાછળ પુરુષો જ સંભાળતા હોય છે. આ માત્ર લોકશાહીના નામે દેખાવો હોવાનો સુર ઉઠ્યો છે.

મૂળભૂત સુવિધાઓનો અભાવ અને લાલચની રાજનીતિ રાજકીય પક્ષો મહિલાઓને મફત મુસાફરી, ખાતામાં રોકડ કે સસ્તો ગેસ આપીને પરિવારના મતોમાં ભાગલા પાડવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ વાસ્તવિક પાયાની જરૂરિયાતો પર કોઈનું ધ્યાન નથી:

સુવિધાનો અભાવ: APMC કે મુખ્ય બજાર જેવા જાહેર સ્થળોએ મહિલાઓ માટે શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા પણ શાસકો આપી શક્યા નથી.

સુરક્ષાનો પ્રશ્ન: બસમાં ફ્રી મુસાફરી કરતા મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા વધુ અનિવાર્ય છે. દુષ્કર્મ જેવી ઘટનાઓ અટકાવવામાં તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે.

સામાજિક બદીઓ અને ઘરકંકાસ અહેવાલમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે શહેરો અને હાઈવે પર ફૂટી નીકળેલા સ્પા સેન્ટરો મહિલા અસ્મિતા માટે ખતરો બની રહ્યા છે. આ કેન્દ્રોને કારણે અનેક પરિવારોમાં તિરાડ પડી રહી છે અને દીકરીઓનું લગ્નજીવન જોખમાઈ રહ્યું છે. એક બાજુ ગુજરાતની અસ્મિતાની વાતો થાય છે અને બીજી બાજુ દારૂ-જુગાર જેવી બદીઓ વચ્ચે મહિલાઓએ ઘરે યાતના વેઠવી પડે છે.

વિચારો અને જાગો!”જાગૃત નાગરિકોનું કહેવું છે કે માત્ર લાલચમાં આવ્યા વગર, મહિલાઓની વાસ્તવિક સુરક્ષા અને સન્માનની ખાતરી માંગવી જોઈએ. પરિવારે સાથે મળીને ચર્ચા કરવી જોઈએ અને જે પક્ષ ખરા અર્થમાં મહિલા હિતની ચિંતા કરે તેને જ મતદાન કરવું જોઈએ.

Back to top button
error: Content is protected !!