વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ચીખલી ગામનાં પુરોહિત હોટલ પાસેથી તથા વઘઈ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા વઘઈ – સાપુતારા રોડ ઉપર નાનાપાડા ગામ ખાતેથી કતલખાને લઈ જવાતા ગૌવંશને ઉગારી લેવામાં સાપુતારા અને વઘઇ પોલીસની ટીમે સફળતા મેળવી છે. તેમજ પોલીસ દ્વારા બંને જગ્યાએથી મળીને કુલ 30 લાખ રૂપિયા કરતા પણ વધુનો મુદ્દા માલ જપ્ત કરેલ છે.સાપુતારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ચીખલી ગામનાં પુરોહિત હોટલ પાસેથી સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ. આર.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ કતલખાને લઈ જવાતી 18 નંગ જેટલી ગાયને ઉગારી લીધી હતી. જેમાં વેદપ્રકાશ પોલારામ જાત રાજપુત ( ઉ.વ.34 રહે. હરિપુરા પોસ્ટ મુડા તા.જી.હનુમાનગઢ રાજસ્થાન), રામસ્વરૂપ રાધેશ્યામ રાઠોડ (ઉ.વ.26, રહે.ચક હરિપુરા પોસ્ટ મુડા તા.જી.હનુમાનગઢ રાજસ્થાન), બનવારીલાલ જસરામ ( ઉ.વ.47, રહે.પુસેવાલા, 2-એમ, તા. કરણપુર, જી.ગંગાનગર રાજસ્થાન),શિશપાલ હનુમાન( ઉ.વ.24, ચક હરિપુરા પોસ્ટ મુડા તા.જી.હનુમાનગઢ રાજસ્થાન)જેઓ અશોક લેલન કંપનીના ટેમ્પો રજી.RJ -13-GC-3467 તથા ટેમ્પો રજી. નં.PB-03-BA-7936 માં સવાર થઈને પોતાના કબજાના બંને ટેમ્પોમાં પાસ પરમીટ વગર કતલખાને લઇ જવા માટે ટેમ્પામાં ગાય નંગ-18 જેની કિંમત રૂપિયા 2.70 તથા બળદ નંગ-2 જેની કિંમત રૂપિયા 20 હજાર તથા વાછરડી નંગ-1 જેની કિંમત રૂપિયા 1000/- તથા, મોબાઇલ ફોન નંગ-2 કિ.રૂ.5 હજાર તથા રોકડા રૂપીયા 8110/- અને અશોક લેલન્ડ કંપનીના બે ટેમ્પો જેની કિ.રૂ.20,00,000/- મળી કુલ કિંમત રૂપિયા 23,05,110/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.તેમજ વઘઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ વઘઈ સાપુતારા રોડ ઉપર નાનાપાડા ગામની સીમમાં પણ કતલખાને લઈ જવાતા ગૌ વંશને ઉગારી લેવામાં આવેલ છે.વઘઈ પોલીસ સ્ટેશનના પી.આઇ. પી.ડી ગોંડલિયાનાં માર્ગદર્શન હેઠળ વઘઈ પોલીસ સ્ટાફ દ્વારા ઉગારી લઈ બે આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જેમાં ચંદરામ ભગવાન દાસ ( ઉ.વ.53, રહે.સહુવાલા તા.જી.શ્રીગંગાનગર રાજસ્થાન ) અને ક્લિનર બીટુ પ્રકાશ પ્રકાશચંદ રાવભાટ ( ઉ.વ.21 રહે.ચક હરીપુરા પોલારામ ચકીની પાસે તા.જી.હનુમાનગઢ રાજસ્થાન) એ આઇસર ટેમ્પો રજી. નં.RJ -13-GC-2354 મા સવાર થઈને તેમના કબજાના આઇસર ટેમ્પો માં પાસ પરમિટ વગર જ ગાયો તથા વાછરડા ભરી જઈ રહ્યા હતા.આ આઇસર ટેમ્પોમાં 09 નંગ ગાયો જેની જેની કિંમત રૂપિયા 3.60 તથા 02 નંગ વાછરડી ની કિંમત રૂપિયા 20 હજાર તથા એક નંગ વાછરડાની કીંમત રૂપિયા 5,000/- તથા આયસર ટેમ્પો જેની કિંમત રૂપિયા 15 લાખ તથા મોબાઇલ ફોન નંગ 1 જેની કિ.રૂ. 5000/- એમ મળી કુલ કિંમત રૂપિયા 18,90,000/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. અને ગુરદિપકુમાર ઉર્ફે દિપક બનવારીલાલ (ઉ. વ.21, રહે. ગંગાનગર રાજસ્થાન) ને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. આમ વઘઈ પોલીસ અને સાપુતારા પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી કરીને ગૌવંશને ઉગારી લેવામાં સફળતા મેળવી છે..