KALOL(Panchamahal)PANCHMAHAL
SOG પોલીસે મધવાસ પાસે કાઠીયાવાડી હોટલમાં રાજ્ય બહારના ઈસમોને નોકરી પર રાખી પોલીસમાં જાણ નહીં કરતા કરી કાર્યવાહી.

તારીખ ૨૨/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
એસઓજી પોલીસ સ્ટેશન નો સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે મધવાસ પાસે આવતા ક્રિષ્ના કાઠીયાવાડી નામની હાલોલ કાલોલ હાઇવે ઉપરની હોટલમાં પરપ્રાંતીય ઈસમો કામ કરતા જોવા મળેલ પોલીસે હોટલના એસઓજી પોલીસ સ્ટેશન નો સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે મધવાસ પાસે આવતા ક્રિષ્ના કાઠીયાવાડી નામની હાલોલ કાલોલ હાઇવે ઉપરની હોટલમાં પરપ્રાંતીય ઈસમો કામ કરતા જોવા મળેલ પોલીસે હોટલના સંચાલક દિનેશભાઈ શંકરભાઈ લાખારા ને પૂછતા પર પ્રાંતીય ઈસમો પાસેથી કોઈ પણ પ્રકારનું આઈડી પ્રુફ મેળવેલ નથી કે તેઓને નોકરીમાં રાખ્યા અંગે સ્થાનિક પોલીસ મથકે કોઈપણ જાતની નોંધણી કરાવેલ નથી જેથી હોટેલ સંચાલક સામે જાહેરનામા ભંગની કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.








