KALOL(Panchamahal)PANCHMAHAL

ફાઈનાન્સ કંપનીની બેઠી ફાઈલે વાહન લઈ વેચી દઈ ચેક આપનાર સેવાલિયાના ઈસમને એક વર્ષની સજા અને વળતર ચૂકવવા કોર્ટ નો આદેશ.

 

તારીખ ૨૧/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ મોગલવાડા ખાતે રહેતા મહેબૂબભાઈ અબ્બાસભાઈ મલેકે શ્રી રામ ફાઈનાન્સ માંથી વાહન ખરીદેલ જે વાહન ફાઈનાન્સ મા ચાલતી લોન અને તેના હપ્તા ભરવાની શરતે વેચાણ કરાર કરી સેવાલિયા ખાતે રહેતા મોહસીનખાન ખુશાલખાન પઠાણ ને આપેલ આરોપી મોહસીનખાન પઠાણ વાહન માંથી કમાણી કરતા હતા પરંતુ સમયસર હપ્તા ભરતા ન હતા અને વાહન કબાડી મા વેચી દીધેલ તેથી ફાઇનાન્સ કંપનીએ ફરિયાદી મહેબૂબભાઈ અબ્બાસભાઈ મલેક ઉપર ૮ લાખનો કેસ કર્યો હતો જે બાબતે આરોપી સાથે વાતચીત કરતા આરોપીએ ફાઇનાન્સ કંપની સાથે વાતચીત કરી રૂ ૭,૫૦,૦૦૦/ માં વાહન નુ ખાતું સેટલ કરાવવાનુ નક્કી કર્યું હતું અને તે પેટે આરોપીએ ફરિયાદીને રૂ ૩,૭૫,૦૦૦/ ના બે ચેક આપ્યા હતા જે બન્ને ચેક રીટર્ન થયા બાદ નોટિસ આપી હાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ સમક્ષ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી ફરિયાદી તરફે એડવોકેટ એ એસ દિવાન હાજર રહ્યા હતા અને દલીલો કરી હતી. ફરિયાદી અને આરોપી વચ્ચે તા ૩૦/૧૨/૧૮ ના રોજ વેચાણ કરાર થયો છે જેથી પૈસા ભરવાની જવાબદારી પણ આરોપીની નક્કી થયેલ છે. આરોપીએ ફાઇનાન્સ કંપની એ ફરિયાદી ઉપરનો કેસ વિડ્રો કરેલ છે જેથી પોતાની કોઈ જવાબદારી નથી તેમજ કરાર અને ચેકમાં પોતાનું મોસીમ નામ બતાવેલ છે તેવો બચાવ લીધો હતો પણ તેનો કોઈ નક્કર પુરાવો રજૂ કર્યો નથી. ફરિયાદી તરફે વેચાણ કરાર અને તેમાં સહી કરનાર સાક્ષી તપાસેલ તેમજ આરોપીએ નોટિસનો કોઈ જવાબ આપ્યો નથી તેમજ પ્લી લેતા સમયે પણ પોતે આરોપી નથી તેવો બચાવ લીધેલ નથી ચેક અને તેમાંની સહી બાબતે પણ આરોપીએ કોઈ તકરાર લીધેલ નથી સમગ્ર મામલે ફરિયાદીના એડવોકેટ અફસર એસ દિવાન ની દલીલો ગ્રાહ્ય રાખી હાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ એચ એસ બિસ્નોઈ દ્વારા ફરિયાદી પોતાનું લ્હેણુ નિઃશંકપણે પુરવાર કરવામાં સફળ થતા હોય આરોપી મોહસીનખાન ખુશાલખાન પઠાણ ને એક વર્ષ ની સાદી કેદની સજા તેમજ રૂ ૧૦,૦૦૦/ નો દંડ અને ફરિયાદીને રૂ ૭,૫૦,૦૦૦/ નુ વળતર આરોપી ચૂકવી આપે તેવો હુકમ કરતા આડેધડ ચેક લખતા ઈસમોમા ફફડાટ ફેલાયો છે.

Back to top button
error: Content is protected !!