RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમ ખાતે યુવાનોએ મતદાનના શપથ લીધા

તા.૧૯/૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: લોકશાહીના પર્વમાં યુવા મતદારોની ભાગીદારી વધારવા અને મહત્તમ મતદાનના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ‘સ્વીપ’ (Systematic Voters’ Education and Electoral Participation) પ્રવૃત્તિઓ વેગવંતી બની છે.

રાજકોટ સ્થિત રામકૃષ્ણ મિશન આશ્રમ દ્વારા યુવા સશક્તિકરણના ઉમદા હેતુ સાથે ‘વિવેકાનંદ સર્વિસ કોર્પ્સ’ યુવા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનોને તાલીમની સાથે લોકશાહીના પર્વને સાર્થક કરવા માટે ‘મતદાન શપથ’ લેવડાવવામાં આવ્યા હતા. યુવાનોએ આગામી ચૂંટણીઓમાં જાગૃત નાગરિક તરીકે પોતાની પવિત્ર ફરજ બજાવવા અને અન્ય લોકોને પણ મતદાન માટે પ્રોત્સાહિત કરવા સંકલ્પ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!