RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી – ૨૦૨૬ જનજાગૃતિ : ગુજરાત વાહન વ્યવહાર વિભાગ વિવિધ પહોંચ મારફત મતદાનની યાદ અપાવશે

તા.૧૯/૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

જિલ્લા ચૂંટણી તંત્રની પહેલ-ગુજરાત વાહન વ્યવહાર વિભાગના કેન્દ્રમાં જતા ગ્રાહકોને ‘મારો મત મારો અધિકાર – મતદાન અચૂક કરીએ’ ની અપીલ કરાવતો સ્ટેમ્પ જોવા મળશે

Rajkot: આર.ટી.ઓ. રાજકોટ દ્વારા આપવામાં આવતી વિવિધ પ્રકારની પહોંચ મારફતે મતદાતાઓને તા. ૨૬ એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંગે મતદાનની માહિતી આપતો સ્ટેમ્પ પણ જોવા મળી રહ્યો છે. આ સ્ટેમ્પ લોકોને તેમની મતદાન કરવાની ફરજ યાદ કરાવશે.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સ્વેપ’ પ્રવૃત્તિ અંતર્ગત રાજકોટના ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા અપાતી વિવિધ પહોંચ દ્વારા તા. ૨૬ ના રોજ યોજાનાર તાલુકા-જિલ્લા પંચાયત / મહાનગરપાલિકા / ગોંડલ નગરપાલિકા સામાન્ય / પેટા ચૂંટણી – ૨૦૨૬ મતદાન તારીખ અને ‘મારો મત મારો અધિકાર– મતદાન અચૂક કરીએ’ નો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે.

મતદાન જાગૃતિ અર્થે અનેક સંસ્થાઓ હાલ સહયોગ આપી રહી છે. શહેર તેમજ જિલ્લા કક્ષાએ મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે પૈકી ગુજરાત વાહન વ્યવહાર વિભાગ, મહાનગરપાલિકાના જન સેવા કેન્દ્ર તેમજ ટેક્સ બ્રાન્ચમાં પણ બિલ સાથે આ સ્ટેમ્પ દ્વારા મતદાન તારીખ અને મતદાન માટે સહયોગ આપવા અપીલ કરવામાં આવી રહી છે.

આર.ટી.ઓ માં બિલ માટે આવતા ગ્રાહકો કે જેઓ મતદાન કરી શકે છે તેઓ બિલ પરના આ સ્ટેમ્પ જોઈ હકારાત્મક પ્રતિભાવ દર્શાવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!