RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લા-તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણી માટે ઈ.વી.એમ. કમિશનિંગની પ્રક્રિયા હાથ ધરાઈ

તા.૧૯/૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટમાં ૩૯૭ અને ગોંડલના સાત વોર્ડ માટે પંચાવન મતદાન મથકોના મશીનો તૈયાર કરાયા

Rajkot: રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા ગોંડલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં થનારા મતદાન માટેના ઈ.વી.એમ. તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

રાજ્ય ચૂંટણી આયોગની માર્ગદર્શિકા મુજબ, રાજકોટમાં સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે જિલ્લા પંચાયતની ૦૬ બેઠકો તેમજ તાલુકા પંચાયતની ૨૧ બેઠકો માટે ૧૭ અને ૧૮ એપ્રિલના રોજ ઈ.વી.એમ. કમિશનિંગની પ્રક્રિયા પૂર્ણ કરી મશીનોને સીલ કરવામાં આવ્યા હતા.

ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ૧૦૦ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ આ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. જે દરમિયાન રિઝર્વ સહિત કુલ ૩૯૭ ઈ.વી.એમ. તૈયાર કરવામાં આવ્યા હતા. આ તકે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને ઉમેદવારોએ હાજર રહ્યા હતા.

જ્યારે ગોંડલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે પણ આજે ૧૮ એપ્રિલના રોજ મહારાજા ભગતસિંહજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ઈ.વી.એમ. તૈયાર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

વોર્ડ નંબર ૧થી ૬ના ચૂંટણી અધિકારી શ્રી રાહુલ ગમારા, વોર્ડ નંબર ૭થી ૧૧ના ચૂંટણી અધિકારી શ્રી ગોસ્વામી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને સહાયક રાજ્ય વેરા નિરીક્ષકની અધ્યક્ષતામાં આ પ્રક્રિયા સંપન્ન થઈ હતી. ઉલ્લેખનીય છે કે ગોંડલ નગરપાલિકાના ૧૧ વોર્ડ પૈકી વોર્ડ નંબર ૧, ૬, ૯ અને ૧૧ બિનહરીફ જાહેર થયા છે.

જ્યારે બાકી રહેલા સાત વોર્ડ એટલે કે વોર્ડ નંબર ૨, ૩, ૪, ૫, ૭, ૮ અને ૧૦ના કુલ પંચાવન મતદાન મથકો માટેના ઈ.વી.એમ. અને રિઝર્વ મશીનો તૈયાર કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં બેલના એન્જિનિયર, આઈટીઆઈ અને શિક્ષકોનો સ્ટાફ જોડાયો હતો. સ્ટ્રોંગ રૂમ ખોલતી વખતે હરીફ ઉમેદવારો પણ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!