RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વિંછીયા માર્કેટ યાર્ડ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનના શપથ લેવાયા

તા.૨૦/૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

‘જાગૃત મતદાર, રહેશે તૈયાર’ના સંકલ્પ સાથે ટેનિસ સ્ટાર શ્રી અંકિતા રૈનાનું બેનર લગાવાયું

Rajkot: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર મતદાન જાગૃત્તિ ઝુંબેશ ચલાવી રહયું છે. લોકશાહીના પાયાને મજબૂત કરવા માટે દરેક નાગરિક જાગૃત બને અને ૨૬ એપ્રિલના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે જરૂરી છે. જેને ધ્યાને લઈને રાજકોટ જિલ્લાના વિંછીયામાં એ.પી.એમ.સી. (એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી) ખાતે શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મતદાનનો સંદેશ આપતું બેનર પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. જેમાં ભારતની નંબર ૧ ગોલ્ડ મેડાલિસ્ટ ટેનિસ ખેલાડી શ્રી અંકિતા રૈનાનો પ્રેરણાદાયી સંદેશ દર્શાવવામાં આવ્યો હતો. આ બેનર થકી મતદારોને sec.gujarat.gov.in વેબસાઇટ પર જઈને મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લેવા અને ‘જાગૃત મતદાર, રહેશે તૈયાર’ના સંકલ્પ સાથે મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ સ્ટાફે લોકશાહીના ઘડતરમાં પોતાનું યોગદાન આપવાના શપથ લીધા હતા. આમ, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં લોકોની ભાગીદારી વધારવાના સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!