RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી – ૨૦૨૬ અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમ

તા.૨૦/૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓ દ્વારા મહત્તમ મતદાનના સંકલ્પ ગ્રહણ કરાયો

Rajkot: રાજકોટ જિલ્લામાં આવેલી કુવાડવા જૂથ સેવા સહકારી મંડળી લિ., કાગદડી સેવા સહકારી મંડળી લિ. તેમજ હલેન્ડા જૂથ સેવા સહકારી મંડળી લિ. દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી – ૨૦૨૬ને ધ્યાનમાં રાખીને મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં જાગૃતિ લાવવાનો અને વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રેરણા આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ગ્રામજનોને મતદાનના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને “મતદાન કરવું એ આપણું અધિકાર અને ફરજ છે” તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ મતદાન અંગે પ્રતિજ્ઞા લીધી હતી તેમજ નિર્ભય, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન કરવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સાથે જ ગામોમાં ૧૦૦ ટકા મતદાન થાય તે માટે સૌએ સક્રિય સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.

Back to top button
error: Content is protected !!