DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધ્રાંગધ્રા નિમકનગરથી રણમાં જવાના રસ્તે વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા 27,200 નો મુદ્દામાલ ઝડપી પાડયો.

તા.18/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા કુડા રણમાંથી મોટરસાયકલમાં વિદેશી દારૂ ધાંગધ્રા તરફ આવતી હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે હિંમતનગર રણમાં જવાના રસ્તે પાળા પાસે થી વિદેશી દારૂના કોટર નંગ 48, બીયરના ટીન 24 નંગ સહીત કિં.રૂ. 7200, એક મોબાઈલ, અને મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 27,200 નો મુદ્દામાલ ઝડપી પાડી એક આરોપી ને ઝડપી લીધો હતો અને માલ આપનાર સહીત બે લોકો સામે તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા ખાસ પ્રોહીબીશન ડ્રાંઇવનું આયોજન હાથ ધરાયું છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ કુડા ગામે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કોસ્ટેબલ વિક્રમભાઈ રબારીને ખાનગી રાહે બાતમી મળેલ કે કુડા રણમાંથી એક મોટરસાયકલમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા બાબતે માહિતીના આધારે તાલુકા પોલીસના હેડ કોસ્ટેબલ, કુલદીપ સિંહ ઝાલા, વિક્રમભાઈ રબારી, ભરતભાઈ સાબરીયા સહિત સ્ટાફ દ્વારા કુડાના નિમકનગર રણમાં જવાના રસ્તે પાળા પાસે મોટરસાયકલ જેનો રજી નં.જીજે 13, QQ 5424 નંબરનું મોટર સાયકલ નિમકનગર રણમાં જવાના રસ્તે આવતા એની તલાસી લેતા પ્લાસ્ટિકની કોથળીની આડમાં વિદેશી દારૂના કોટરીયા નંગ 48, તથા બીયર ટીન નંગ,24 તથા એક નંગ મોબાઈલ, હીરો હોન્ડા મોટરસાયકલ સહિત આરોપી અજીતભાઈ બાબુભાઈ કુડેચા રહે નિમકનગર કુડા વાળાને કુલ રૂપિયા 27,200 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો અને વિદેશી દારૂ મોકલનાર આરોપી, દલપતસિંહ રણજીતસિંહ ઝાલા રહે ઝીઝુવાડા વાળા સહિત બે લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!