વિજાપુર ગુંછળી ગામે એક પેડ મા કે નામ અંતર્ગત વન વિભાગ દ્વારા વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ગુંછળી ગામે પંચરત્ન ગ્રામ વાટિકા ખાતે એક પેડ “માં” કે નામ અંતર્ગત વન વિભાગ દ્વારા વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય સીજે ચાવડાએ વૃક્ષા રોપણ કર્યું હતુ તેમજ નવીન બની રહેલા મહાદેવ મંદિર ખાતે હાજરી આપી દર્શન કર્યા હતા.આગામી દિવસોમા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગામની મુલાકાતે આવવા ના હોઈ ધારાસભ્ય સી જે ચાવડાએ ગ્રામજનો અને સરપંચ સાથે મુલાકાત બેઠક કરી ચર્ચા કરી હતી. ધારાસભ્ય સાથે જિલ્લા સદસ્ય હર્ષદભાઈ પટેલ, પૂર્વ જિલ્લા સદસ્ય પૂર્વ કારોબારી ચેરમેન હિતેન્દ્રસિંહ પરમાર RFO લીલાબેન ચૌધરી સહિત અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.