GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ નો હાહાકાર મૃત્યુઆંક વધીને ૨૭ પર પહોંચ્યો, ૨૦ જિલ્લા ઝપેટમાં

ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.  શનિવારે શંકાસ્પદ વધુ 13 કેસો નોંધાયા હતા, જ્યારે 7 બાળકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં હાલ ચાંદીપુરના શંકાસ્પદ 9 કેસ કન્ફોર્મ કરવામાં આવ્યા છે. હાલની સ્થિતિે શંકાસ્પદ ચાંદીપુરાના 62 શંકાસ્પદ કેસો છે.

વાયરલ એન્કેરેલાઈટિસના કુલ 71 કેસો

તારીખકુલ કેસકુલ મૃત્યુ
17 જુલાઈ2614
18 જુલાઈ3015
19 જુલાઈ5820
20 જુલાઈ7127

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વાયરલ એન્કેરેલાઈટિસના કુલ 71 કેસો છે. જેમાં સાબરકાંઠામાં 8, અમદાવાદ શહેર-અરવ્લીલ-મહેસાણામાં 4, મહીસાગર-રાજકોચ ગ્રામ્ય-સુરેન્દ્રનગર, બનાસકાંઠામાં 2, ગાંધીનગર ગ્રામ્ય- ખેડામાં પાંચ, પંચમહાલમાં 11, વડોદરાશહેર અને ગ્રામ્ય, નર્મદા, ભાવનગર, દેવભૂમિદ્વારકા, રાજકોટ શહેર, કચ્છમાં એક કેસનો સમાવેશ થાય છે.

ચાંદીપુરા: કયા જિલ્લામાંથી કેટલા કેસ કન્ફર્મ

જિલ્લોકન્ફર્મ કેસ
સાબરકાંઠા01
અરવલ્લી02
મહેસાણા02
ગાંધીનગર01
પંચમહાલ01
મોરબી01
વડોદરા01

ચાંદીપુરાથી 27 મોત થયા

શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ પૂણે મોકલવામાં આવ્યા હતા, આ રીપોર્ટના પરિણામ પણ આવવાનું શરૂ થઈ ગયું છે.અત્યાર સુધી ચાંદીપુરાથી 27 મોત થયા છે. જેમાં પંચમહાલમાંથી સૌથી વધુ 4, અમદાવાદ શહેર, અરવલ્લી, મોરબીમાંથી ત્રણ સાબરકાંઠા, રાજકોટ, દાહોદમાંથી બે જ્યારે મહિસાગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર ગ્રામ્ય, ગાંધીનગર શહેર, વડોદરા ગ્રામ્ય, દેવભૂમી દ્વારકામાંથી એક એક બાળકોના મોત નીપજ્યા છે.

જિલ્લોકેસમૃત્યુ
સાબરકાંઠા82
અરવલ્લી43
મહીસાગર21
ખેડા50
મહેસાણા42
રાજકોટ22
સુરેન્દ્રનગર21
અમદાવાદ કોર્પોરેશન43
ગાંધીનગર51
પંચમહાલ114
જામનગર50
મોરબી43
ગાંધીનગર કોર્પોરેશન21
છોટાઉદેપુર20
દાહોદ22
વડોદરા11
નર્મદા10
બનાસકાંઠા20
વડોદરા કોર્પોરેશન10
ભાવનગર10
દેવભૂમિ દ્વારકા11
રાજકોટ કોર્પોરેશન10
કચ્છ10

ચાંદીપુરા વાયરસના લક્ષણ

  • ખેંચ આવવી
  •  માથાનો દુ:ખાવો
  •  બેભાન થવું
  •  હાઇગ્રેડ તાવ
  •  ઉલટી
  • ઝાડા
  • 0થી 14 વર્ષના બાળકોને આ બીમારીની સંભાવના વધારે છે.
    – જો આવા ચિહ્ન-લક્ષણો સાથેની બીમારી જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો…

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર રાજ્યમા એન્કેરેલાઈટીસના 41 દર્દીઓ દાખલ છે અને ત્રણ દર્દીઓને રજા અપાઈ છે. રાજસ્થાનના બે કેસમાંથી એક દર્દી દાખલ છે, અને એકનું મૃત્યુ થયું છે. મધ્યપ્રદેશનો પણ એક દર્દી ગુજરાતમાં સારવાર હેઠળ છે. આરોગ્યની ટીમ દ્વારા કુલ 17248 ઘરમાં કુલ 1,21,826 વ્યક્તિઓના સર્વેલન્સની કામગીરી ધરાઈ હતી.

Back to top button
error: Content is protected !!