BANASKANTHAGUJARATPALANPUR

ડિપાર્ટમેન્ટ ઓફ બોટની અને ગ્રીન કેમ્પસ કમિટીના સંયુક્ત ઉપક્રમે ગૌઆધારિત ખેતી વિષય પર વેબિનારનું આયોજન

8 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી એલ પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુર ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ બોટની તથા ગ્રીન કેમ્પસ કમિટીના સંયુક્ત ઉપક્રમે આજરોજ તારીખ ૮/૯/૨૦૨૫ને સવારે ૧૦:૩૦ થી ૧૧:૪૫ કલાક દરમિયાન વેબિનર “Cow Based Farming” (ગૌ આધારિત ખેતી) નું આયોજન કરવામાં આવ્યુ. કાર્યક્રમની શરૂઆત શ્રી પૂજાબેન પુરોહિત દ્વારા શ્લોકગાન તથા પ્રાર્થનાથી કરવામાં આવી. વેબિનરમાં સંસ્થાના પ્રિન્સિપાલ ડો. વાય. બી. ડબગરના પરોક્ષ આશીર્વચન વચન રહ્યા. કાર્યક્રમમાં ડૉ. કે.સી. પટેલ, ડૉ. સાલેહા મેમણની સક્રિય સહભાગીતા તથા આયોજનમાં ડૉ. એમ. કે. પટેલ, ડૉ. જે એન પટેલ, ડૉ હરેશ ગોંડલીયાનું માર્ગદર્શન રહ્યું. કાર્યક્રમમાં ડો.ભરતસિંહ રાઠોડ; MVSc, PhD (ઈનચાર્જ સંશોધન વૈજ્ઞાનિક તથા વડા, પશુ સંશોધન કેન્દ્ર, કામધેનુ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર)વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. ડો. ભરતભાઈ દ્વારા શાસ્ત્રથી લઈને હાલના સમયસુધી દેશી ગાયનું મહત્વ, તેની આહારપધ્ધતિ અને તેના લીધે થતો લાભ, ગાયના કૃષિ ક્ષેત્રે થતા ઉપયોગો, જીવામૃત બનાવવાની પધ્ધતિ, ગાયના છાણ તથા મૂત્રનું મહત્વ તેમા આવેલ મિનરલ્સ જેવા મુદ્દાઓ પ્રેઝંટેશન તથા ઉદાહરણ આપીને વર્ણવ્યા. વેબિનારના અંતે પૂછાયેલા પ્રશ્નોનો પણ ડૉ. ભરતભાઈ સાહેબે ખૂબ સંતોષપૂર્વક જવાબ આપ્યા. વેબિનરમાં લગભગ ૭૦ જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફમિત્રોએ ભાગ લીધો. વેબિનરનું સફળ આયોજન બોટની વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ ધ્રુવ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું. વેબિનર દરમિયાન વિદ્યાર્થી સ્વયંસેવકોનું અમૂલ્ય યોગદાન રહ્યું. વેબિનારનો અંત કલ્યાણ મંત્ર તથા રાષ્ટ્રગાન દ્વારા કરવામાં આવ્યો.

Back to top button
error: Content is protected !!