GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં ખાલી બેઠકો માટેની પેટાચૂંટણી જાહેર

રાજ્યના ચૂંટણીપંચે રાજ્યમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં ખાલી બેઠકો માટેની પેટાચૂંટણીની તારીખો જાહેર કરી છે. અંગે ચૂંટણીપંચે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ

  • 17 જુલાઈથી પેટાચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થશે
  • 22 જુલાઈ ફોર્મ ભરવાની ઉમેદવાર માટે અતિમ તારીખ
  • આગામી 6 ઓગસ્ટના દિવસે મતદાન થશે
  • 8 ઓગસ્ટના દિવસે મતગણતરી કરવામાં આવશે

રાજ્યમાં 2 મહાનગરપાલિકાની ત્રણ બેઠકો માટે, જ્યારે 18 નગરપાલિકાની 29 બેઠકો પર પેટાચૂંટણી થશે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ 20માં અને રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ-15ની બે બેઠકો માટે પેટા ચૂંટણી યોજાશે.

રાજ્ય ચૂંટણી પંચે રાજકોટ અને સુરત સહિત નગરપાલિકાઓમાં ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂંક પણ કરી દીધી છે. 17 જુલાઈથી પેટા ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થશે, ઉમેદવાર માટે 22 જુલાઈ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 24 જુલાઈએ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે. જ્યારે 25 તારીખે ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકશે.

મહાનગરપાલિકાની પેટાચૂંટણીની વાત કરીએ તો સુરતમાં વોર્ડ નંબર 20માં સામાન્ય બેઠક પર પેટાચૂંટણી યોજાશે. જ્યારે રાજકોટમાં વોર્ડ નંબર 15માં અનુસૂચિત જનજાતિ માટેની બેઠક (સ્ત્રી) પર તેમજ અન્ય સામાન્ય બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. જ્યારે ભાવનગર, ભરૂચ, નર્મદા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પોરબંદર, પાટણ, મહેસાણા, ખેડા, કચ્છ, ગીરસોમનાથ અને પંચમહાલ જિલ્લાની નગરપાલિકાઓમાં પેટા ચૂંટણી યોજાશે.

[wonderplugin_pdf src=”https://vatsalyamsamachar.com//wp-content/uploads/20230710155352-1.pdf” width=”1200px” height=”1200px” style=”border:0;”]

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!