BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ.જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો, ગણ્યાગાંઠ્યા આગેવાનોની હાજરી

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ કોંગ્રેસના દિગગજ નેતાઓ માટે હવે પાર્ટીના હોદ્દેદારોના મનમાં માનસન્માન ઘટ્યું..!

પડતીનો સ્વાદ ચાખી ચૂકેલ જિલ્લા કોંગ્રેસને આઈ.સી.યુ.માંથી બહાર કોણ કાઢશે..?

જિલ્લા પ્રમુખની નિષ્ક્રિયતા ભરૂચ કોંગ્રેસને ખતમ કરી દેશે અને સત્તાપક્ષને વધુ મજબૂત બનવાની તક આપશે-લોકચર્ચા

ભરૂચ: પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લા કોંગ્રેસના અચ્છે દિન આવવાની જગ્યાએ વધુ બુરે દિન આવી ગયા હોય તેમ નજરે ચઢે છે. ભારતની સૌથી જૂની રાષ્ટ્રીય પાર્ટી આજે ભરૂચ જિલ્લામાં હવાતિયાં મારી રહી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા હોય કે સહકારી સંસ્થાઓ હોય ભરૂચ કોંગ્રેસ પાસે સમ ખાવા માટે પણ કોઈ જગ્યા રહી નથી.
પડતીનો સ્વાદ ચાખી ચૂકેલ જિલ્લા કોંગ્રેસને આઈ.સી.યુ.માં પહોંચાડનાર કોણ તેવા પ્રશ્નો ઉભા થયા છે. અંદરોઅંદરની લોબી પ્રકરણને દૂર કરવાની કોઈ હિંમત બતાવવા તૈયાર નથી કે પછી કોંગ્રેસનો ગ્રાફ વધારવા કોઈને રસ રહ્યો નથી તે તો તેઓ જાણે. પણ જિલ્લા કોંગ્રેસની વિરોધપક્ષ તરીકેની નિષ્ક્રિયતા વોટ આપનારી જનતાના મન સુધી ઘર કરી ગઈ છે. ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સંગઠનમાં હોદ્દાઓ માટે લડી લેતા નેતાઓ સાથે કોઈ આવવા તૈયાર નથી તેના અનેકો ઉદાહરણ કાર્યક્રમોમાં જોવા મળે છે. કાર્યક્રમો દરમિયાન કાર્યકરોની પાંખી હાજરી પણ પૂરતા પુરાવા આપી જાય છે. દેશના પ્રથમ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના દિગગજ નેતા સ્વ.જવાહરલાલ નહેરુની આજરોજ દેશભરમાં જન્મજયંતી ઉત્સાહપૂર્વક ઉજવાઇ રહી છે નેશનલ કોંગ્રેસ દ્વારા અનેકો કાર્યક્રમ જાહેર કરી જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલિ અર્પિ છે. ત્યારે ભરૂચ જિલ્લામાં માહોલ કઈક અલગ જ ચાલી રહ્યો છે. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જવાહરલાલ નહેરુની જન્મજયંતીની ઉજવણી ફીકી ફીકી નજરે ચઢી હતી. ૧૦-૧૨ લોકોની ઉપસ્થિતમાં દિગગજ નેતાની જન્મજયંતીનો કાર્યક્રમ થયો હતો. ૨૦ રૂપિયાનો ફુલહાર ચઢાવી ૨૦ રૂપિયાના પુષ્પ ફોટા પર અર્પણ કરી ભરૂચ કોંગ્રેસે દેશના પ્રથમ વડાપ્રધાનની ગરિમા પર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે. વિરોધપક્ષ તરીકે નિષ્ફળ રહેલ જિલ્લા કોંગ્રેસની કામગીરી બાબતે હોદ્દેદારો કોઈ બોલવા તૈયાર નથી ત્યારે બીજી તરફ જિલ્લા પ્રમુખની નિષ્ક્રિયતા ભરૂચ કોંગ્રેસને ખતમ કરી દેશે અને સત્તાપક્ષને વધુ મજબૂત બનવાની તક આપશે સાથે જ પ્રદેશ કોંગ્રેસે ભરૂચમાં કોંગ્રેસનું અસ્તિત્વ બચાવવું હોય તો હોદ્દાઓમાં ધરખમ સુધારા કરવાની જરૂરત રહે છે તેવી લોકચર્ચાઓએ જોર પકડયું છે.

Back to top button
error: Content is protected !!