PATAN

અંબાજી ૧૦૮ ની ટીમ દ્વારા 1 K.M. ડુંગરાળ વિસ્તાર માં ચાલીને સફળ પ્રસુતિ કરાવી*

*અંબાજી ૧૦૮ ની ટીમ દ્વારા 1 K.M. ડુંગરાળ વિસ્તાર માં ચાલીને સફળ પ્રસુતિ કરાવી*

ગુજરાત સરકાર દ્વારા ૨૦૦૭ માં શરૂ થયેલી નિ:શુલ્ક સેવા એટલે ૧૦૮ કોઈપણ કટોકટી ની પળ હોય અને એકજ નંબર યાદ આવે તે ૧૦૮. ૧૦૮ ની સેવા ની વાત કરીએ તો આ સેવા ગુજરાત ભર મા મોખરે છે અને પ્રસુતિ ની પીડા,રોડ અકસ્માત,છાતીમાં દુઃખાવો,જેવી ગંભીર કટોકટી મા અમૂલ્ય જીવ બચાવ્યા છે અને તેવો જ એક ઉમદા કામગીરી ની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા ના અંબાજી ૧૦૮ ની ટીમને અંદાજે સવારે 08:20 વાગ્યાની આસપાસ કુંભારીયા ગામ નો પ્રસુતિ પીડા નો કોલ મળતા તાત્કાલિક અંબાજી 108 ના EMT અલ્કાબેન અને PILOT મનોજભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યાં પહોંચતા દર્દી ના પરિવારજનોને સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે દર્દી ડુંગરાળ વિસ્તારમાં છે અને દર્દી ને અસહ્ય પીડા થાય છે અને ત્યાં સુધી એમ્બ્યુલન્સ જઈ શકે તેવી વ્યવસ્થા નથી. ત્યાં તાત્કાલિક ૧૦૮ ના કર્મચારીઓએ એક ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર એમ્બ્યુલન્સ મા રહેલ સ્ટેચર અને ડિલિવરી કીટ લઈને ડુંગરાળ વિસ્તાર માં અંદાજે ૦૧ કિલોમીટર સુધી ચાલીને દર્દી સુધી પહોચ્યા અને ત્યાર બાદ દર્દી ને તપાસતા માલૂમ પડ્યું કે દર્દી ને પ્રસુતિ ની પીડા નો દુખાવો અસહ્ય છે અને સ્થળ પર જ ડિલિવરી કરાવવી પડશે. જ્યાં ૧૦૮ ના EMT દ્વારા ૧૦૮ ની હેડ ઓફિસ મા સ્થગિત ડૉ. ના માર્ગદર્શન અને ૧૦૮ માં રહેલ ડિલિવરી કીટ તથા જરૂરી વસ્તુઓની મદદ થી સફળ પ્રસુતિ કરાવી અને દીકરી નો જન્મ થયો હતો. ત્યાર બાદ દર્દી ને ૧૦૮ માં રહેલા સ્ટચેર(સ્પાઈન બોર્ડ ) પર લઈને ૦૧ કિલોમીટર સુધી ચાલીને એમ્બ્યુલન્સ મા લીધા બાદ માતા અને બાળક ને વધુ સારવાર અર્થે નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ત્યાં દર્દી ના પરિવારજનો દ્વારા ૧૦૮ ટીમ ની સુંદર કામગીરીને બિરદાવી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો સાથે એ પણ જણાવ્યું હતું કે કોઈ પણ પરિસ્થિતિમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા નો લાભ લેવાથી અને ૧૦૮ ને સમયસર બોલાવાથી ઘણા લોકોના અમૂલ્ય જીવ બચી શક્યા છે .

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!