GUJARATPATANSIDHPUR

યોગાંજલિ કેળવણી મંડળ સિદ્ધપુર અને હેમા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં નૈતિક જીવન મૂલ્યોનું નિર્માણ વિષય અંતર્ગત પાટણ જિલ્લા આચાર્ય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

યોગાંજલિ કેળવણી મંડળ સિદ્ધપુર અને હેમા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં નૈતિક જીવન મૂલ્યોનું નિર્માણ વિષય અંતર્ગત પાટણ જિલ્લા આચાર્ય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

 

યોગાંજલિ કેળવણી મંડળ સિધ્ધપુર છેલ્લા ૫૦ વર્ષોથી સિદ્ધપુરમાં શિક્ષણની સાથે સાથે બાળકોના સર્વાંગી વિકાસની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય છે.વિદ્યાર્થીઓ પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શિક્ષણમાં અગ્રેસર રહી ઉચ્ચ ગુણ મેળવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થઇ અને સ્કૂલનું ગૌરવ વધારે છે જે અત્યંત ખુશીની વાત છે પરંતુ આજના આધુનિક યુગમાં ઝડપથી બદલાતા શૈક્ષણિક, સામાજિક તથા સ્પર્ધાત્મક સમીકરણોમાં વિદ્યાર્થી પોતાની યોગ્યતા અને શ્રેષ્ઠતા દ્વારા પોતાની આગવી ઓળખ ઊભી કરી સમાજનું અને રાષ્ટ્રનું ગૌરવ વધારે એવા સતત નવીન અભિગમો સંસ્થા દ્વારા કાર્યરત છે જે ખૂબ જ પ્રશંસનીય છે.

તેવી જ રીતે વિદ્યાર્થીઓમાં નૈતિક જીવન મૂલ્યોના નિર્માણ તથા વિકાસ માટે હેમા ફાઉન્ડેશન (આર આર કાબેલનું અભિન્ન અંગ) નામની સંસ્થા છેલ્લા ઘણા વર્ષો ( 2016) થી ભારતના 26 રાજ્યમાં 126 શહેરોમાં કાર્યરત છે. જેનો લાભ ભારતના અંદાજિત 3 લાખ ઉપરાંત વિદ્યાર્થીઓ 7,500 શિક્ષકો 6000 ઉપરાંત શાળાઓ લઈ રહી છે. ગુજરાતમાં 258 શાળાઓમાં નિયમિત રીતે કાર્યક્રમો થાય છે.

યોગાંજલિ કેળવણી મંડળ સિદ્ધપુર અને હેમા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં નૈતિક જીવન મૂલ્યોનું નિર્માણ વિષય અંતર્ગત પાટણ જિલ્લા આચાર્ય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.જેમાં સિદ્ધપુરની આસપાસના ગામની પ્રાથમિક અને માધ્યમિક ૩૦ શાળાના ૧૧૦ શિક્ષકો -આચાર્યએ ભાગ લીધો હતો.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થયેલ.સંસ્થાના સેક્રેટરી કુ.જીજ્ઞાબેન દવે દ્વારા મહેમાનોનો પરિચય અને શાબ્દિક સ્વાગત તથા હેમા ફાઉન્ડેશનનો પરિચય આપવામાં આવ્યો.હેમા ફાઉન્ડેશનના ગુજરાત અધ્યક્ષ એવા શ્રીવિરેન્દ્ર પંચાલ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઓળખ આપી સંયુક્ત કુટુંબની ભાવના જેવા મૂલ્યો ની સાથે આપણા ભવ્ય વારસાની ઝાંખી કરાવી હતી તથા મૂલ્ય શિક્ષણ અંગેની સમજ આપી. તો કો-ઓર્ડીનેટર પ્રીતિબેન ઉપાધ્યાય દ્વારા હેમ વર્ચ્યુઝ પ્રોગ્રામ અંગેની વિસ્તૃત માહિતી આપી. આ પોર્ટલ એ વિદ્યાર્થીઓ માટે જીવનમાં બદલાવ લાવી મુલ્ય શિક્ષણ દ્વારા તેમને સંસ્કારી નૈતિક અને વૈશ્વિક નાગરિક બનાવશે. ટેકનોલોજીના આ યુગમાં વિદ્યાર્થી મોબાઇલમાં સમય વ્યતીત કરે છે ત્યારે હેમા વર્ચ્યુઝના આ પ્રોગ્રામ દ્વારા ઓનલાઈન જીવન મૂલ્યો શીખવી સારી ટેવ પાડી રચનાત્મકતા અને બુદ્ધિ આંક વધારવામાં મદદ કરશે. આચાર્યના પ્રતિભાવ બાદ શાળાના આચાર્યશ્રી એ.એચ.શર્મા દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી.હાજર સર્વે મહાનુભાવોએ હૃદય પૂર્વક આ કાર્યક્રમને આવકાર્યો હતો.

 

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા,સિદ્ધપુર

 

 

 

 

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!