PATANPATAN CITY / TALUKO

ઈફકો તથા ગુજકોમાસોલના સંયુક્ત ઉપક્રમે પાટણની એપીએમસીમાં આયોજિત કાર્યક્રમમાં વિક્રેતાઓને નેનો-ફર્ટીલાઈઝર્સ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં નેનો ફર્ટીલાઈઝર્સને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યુ છે. નેનો ફર્ટીલાઈઝર્સના પ્રચાર-પ્રસાર અને તેના ફાયદા ખેડૂતો સુધી પહોચાડવા માટે સરકાર અને સહકારી એજન્સીઓ પ્રયત્નશીલ છે, તેવામાં આજરોજ પાટણ એપીએમસી ખાતે ઈફકો તથા ગુજકોમાસોલના સંયુક્ત ઉપક્રમે વિક્રતાઓ માટે તાલીમનુ આયોજન કરવામાં આવેલ જેમાં માનનીય પૂર્વ મહામંત્રીશ્રી કે.સી.પટેલ સાહેબ જીલ્લા ભાજપના પ્રમુખશ્રી ડો.દશરથજી ઠાકોર સાહેબ, પાટણ જીલ્લા મહામંત્રીશ્રી ભાવેશભાઈ પટેલ ગુજકો માસોલના ડિરેકટર અને એપીએમસી પાટણના ચેરમેનશ્રી સ્નેહલભાઈ પટેલ તેમજ પાટણ જીલ્લાની તમામ એપીએમસીના ચેરમેનશ્રીઓ, સિનિયર માર્કેટિંગ મેનેજર, ઈફકો અમદાવાદ શ્રી ડૉ. જે આર.ખોજા સાહેબ, ઈફકો ફિલ્ડ ઓફિસર પાટણ શ્રી ભૂપેશ વસોયા, ગુજકો માસોલ લાયઝન શ્રી નજીરભાઈ મલેક તથા સિધ્ધરાજ સીએચા તથા તમામ મંડળીના મંત્રી/પ્રમુખશ્રીઓ/ ની હાજરીમાં અને વિક્રેતાઓના સાનિધ્યમાં આજની મીટીંગ એપીએમસી પાટણ ખાતે મળેલ હતી તેમાં ઈફકોના ડૉ.જે.આર.ખોજા દ્રારા નેનો યુરિયા અને નેનો ડીએપી વિશે વિસ્ર્તૃત માહિતી આપવામાં આવેલ, ઈફકો ફિલ્ડ ઓફિસર શ્રી ભુપેશ વસોયા દ્રારા રા.ખાતરથી થતા નુકશાન, પર્યાવરણને થતી ખરાબ અસરો વિશે ચર્ચા કરી તેની અવેજીમાં નેનો યુરિયા અને નેનો ડીએપીનો છટકાવ કરવા ભલામણ કરેલ તેમજ તેનાથી થતા ફાયદા વિશે જણાવવામાં આવેલ. એપીએમસીના ચેરમેનશ્રી પણ આ બાબતે વિસ્ર્તૃત માહિતી આપી તમામ વિક્રેતાઓને નેનો યુરિયા અને નેનો ડીએપી વાપરવા માટે ખેડૂતોને આગ્રહ કરવા વિનંતી કરી પૂર્વ મહામંત્રીશ્રી કે.સી.પટેલ સાહેબએ પ્રાક્રૃતિક ખેતી બાબતે વાત કરેલ તેમજ નેનો યુરિયા અને નેનો ડીએપી વાપરવાની વિનંતી કરી.
કાર્યક્રમના અંતે એપીએમસીના ડિરેક્ટરશ્રી ભરતભાઇ પટેલે આભાર વિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહુતી કરી.

Back to top button
error: Content is protected !!