PATANPATAN CITY / TALUKO

ક્ષત્રિય અસ્મિતા સંમેલન પાટણમાં યોજાયું

લોકસભા 2024ની રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે આજે ઉત્તર ગુજરાતના પાટણ ખાતે ત્રણ જિલ્લાના ક્ષત્રિય અસ્મિતા સંમેલન મળ્યું હતું. આજે પાટણ ખાતે પાટણ, મહેસાણા, બનાસકાંઠા જિલ્લાનું ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન થયું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંમેલનમાં દશરથબા પરમારે કહ્યું હતું કે, ‘ક્ષત્રિય આંદોલન ધીમું નથી પડ્યું, 26 સીટો પર 100-100 ઉમેદવારી પત્રો ભરાવવા જોઈએ. ક્ષત્રિય સમાજની પાંચ મહિલાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હી મળવા  મોકલવામાં આવે. ક્ષત્રિયો જ્યારે રણ મેદાનમાં ઉતરે છે ત્યારે બે જ વિકલ્પ છે વિજય અથવા વીરગતિ. ક્ષત્રિય સમાજ ક્યારેય પાછી પાની કરતો નથી’

યુવા નેતા યુવરાજ સિંહે સ્ટેજ પરથી પોતાના વ્યક્તવ્યમાં મહિલાઓને આંદોલન માટે થાળી વેલણ વગાડી વિરોધ કરવાનું આહ્વાન કર્યું હતું અને કહ્યું હતું કે, ‘હવે ફરી એકવાર રાજ્યમાં પાટીદાર મહિલાઓની થાળી વેલણની ગુંજ ક્ષત્રિય મહિલાઓ ગજવશે.’

ઓપરેશન પરસોત્તમભાઈ

રાજકોટથી આવેલ કે.પી.રાજપૂતે સ્ટેજ પરથી ભાષણ આપતા કહ્યું કે આપણો એક જ એજન્ડા છે કે ‘ઓપરેશન રૂપાલા’ અને તેમની ટિકિટ રદ થાય.

પરશોત્તમ રૂપાલા વિવાદમાં સુરેન્દ્રનગર જિલ્લાના 7 રાજવીઓ, કચ્છના રાજવી, જામનગરના રાજવી તેમજ રાજપીપળા રાજ પરિવારમાંથી ક્ષત્રિય સમાજના સમર્થનમાં  નિવેદન જાહેર થયા છે. હવે લુણાવાડા સ્ટેટના રાજવી સિધ્ધરાજસિંહજીએ નિવેદન જાહેર કરીને પરશોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચાવી જોઈએ.

“મિત્રો, મુરબ્બીઓ, આદરણીય વડીલશ્રીઓ…

ચૂંટણીનો આજનો સમય કેવી કેવી દિશામાં ફંટાઈ રહયો છે અને રાજકારણની વ્યકિતઓની જીભ કેવી અનિષ્ટ પરિસ્થિતિ સર્જે છે તે આપણે સૌ જાણીએ છીએ.

માનનીય રૂપાલાજીએ ઉત્સાહમાં બફાટ કરી રાજપૂત કોમના ગૌરવવંતા ઈતિહાસને ભૂલી જઈને રાજપૂત કોમની લાગણીને દુભવે તેવી ભાષા યોજી છે. જેનો ચારે દિશામાંથી યોગ્ય રીતે વિરોધ થઈ રહયો છે.

રાજપૂત કોમ નેક દિલ છે, ટેકવાળી, સ્વભાવે સ્વમાની અને પરગજુ છે. રાષ્ટ્રના દરેક કપરા સમયે રાજપૂત કોમનું વિરત્વ જ રાષ્ટ્રને કામ આવ્યું છે. વિશ્વના ઈતિહાસમાં રાજપૂત કોમનો જોટો જોવા મળે તેમ નથી. તેવી તે સંસ્કારી, ગુણિયલ અને સમર્પિત-લડાયક કોમ છે. રાષ્ટ્રનું ને માનવજાતનું રાજપૂત કોમ ગૌરવ છે.

અમે ઈચ્છીએ છીએ કે સમગ્ર વિશ્વમાં પથરાયેલી રાજપૂત કોમની દુઃખાયેલી લાગણીને લક્ષમાં લઈ રૂપાલાજીને સાંસદ તરીકેની ટિકિટ આપી છે તે પાછી ખેંચી લેવી જોઈએ. તેમ નહીં થાય તો રાજપૂત કોમ સ્વમાનના ભોગે કશું ચલાવી નહિં લે, અને લોકશાહી ઢબે તેનો પૂરો મુકાબલો કરશે.”

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!